શોધખોળ કરો
Advertisement
સાંસદ હનુમાન બેનીવાલે સંસદ પરિસરમાં 'પાનીપત' ફિલ્મનું પોસ્ટર ફાડ્યું
રાજસ્થાનના નાગોરથી સાંસદ હનુમાન બેનીવલે ફિલ્મ પાનીપતનું પોસ્ટર સંસદના પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે ઉભા રહી ફાડી નાખ્યું હતું.
નવી દિલ્હી: ફિલ્મ પાનીપતને લઈને વિવાદ વધી રહ્યો છે. હવે આ વિવાદ સંસદ ભવન સુધી પહોંચ્યો છે. રાજસ્થાનના નાગોરથી સાંસદ હનુમાન બેનીવલે ફિલ્મ પાનીપતનું પોસ્ટર સંસદના પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા સામે ઉભા રહી ફાડી નાખ્યું હતું.
પાનીપત ફિલ્મનું પોસ્ટર પાડતા હનુમાન બેનીવાલે કહ્યું આ ફિલ્મ પર તાત્કાલિક બેન લગાવવામાં આવે. આ ફિલ્મમાં ભરતપુરના મહારાજા સુરજમલના ચરિત્રના ખોટા તથ્યો સાથે રજૂ કરાયું છે. આ ફિલ્મથી ન માત્ર જાટ સમાજ પરંતુ દેશની ભાવનાને ટેસ પહોંચી છે. તેમણે કહ્યું તે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને મળી ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા રજૂઆત કરશે. સાંસદે કહ્યું લાખો લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખતા પાનીપત ફિલ્મ પર તાત્કાલિક બેન લગાવવામાં આવે. હનુમાન બેનીવાલે કહ્યું, ફિલ્મ પર પ્રતિબંધની સાથે ફિલ્મના નિર્માતા નિર્દેશકો પર ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવે. તેઓ તેના માટે દેશના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને સમય લઈને મુલાકાત કરશે. હનુમાન બેનીવાલે કહ્યું મહારાજા સુરજમલ અજેય રાજા હતા. મહારાજા સુરજમલે ઘાયલ મરાઠાઓને પાનીપતમાં પોતાની શરણમાં રાખ્યા હતા. તેમના માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી હતી. જાટ સમાજની સાથે હિંદુ રાજાના નામથી મહારાજા સુરજમલ જાણીતા હતા. ફિલ્મ પાનીપતથી આ ભાવનાને ઠેસ પહોંચી છે. કાનૂન વ્યવસ્થાની સ્થિતિ જો બનાવી રાખવી હોય તો ફિલ્મ પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવામાં આવે. નહીતો દેશમાં એક મોટુ આંદોલન ઉભુ કરવામાં આવશે.Delhi: Lok Sabha MP from Rajasthan, Hanuman Beniwal tore the poster of film 'Panipat' in Parliament premises today, in protest against the film. pic.twitter.com/spFHuPpW3S
— ANI (@ANI) December 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
દેશ
રાજકોટ
Advertisement
gujarati.abplive.com
Opinion