મુંબઈ: સાઉથ સુપરસ્ટાર ધનુષનો આજે જન્મદિવસ (28 જુલાઈ) છે. ધનુષ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોંઘા અને મોટા સ્ટાર્સમાં ગણાય છે. તેમણે ન માત્ર સાઉથને જ હિટ ફિલ્મો આપી પણ બોલિવૂડમાં પણ હાથ અજમાવ્યો છે. તેની ફિલ્મ ‘રાંઝણા’ને બોક્સ ઓફિસ પર જબરજસ્ત સફળતા મળી હતી. આ ફિલ્મની સાથે ધનુષને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યો છે. પરંતુ શું તમે જાણે છો ધનુષ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નહોતો આવવા માંગતો. જાણો તેમની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.
2/7
ઉલ્લેખનીય છે કે ધનુષ મોંઘી કારનો પણ શોકિન છે. અહેવાલ પ્રમાણે તેમની પાસે AudiA8,Rolls-Royce Ghost Series II, Jaguar XE, tley Continental Flying Spur જેવી લગ્ઝરીસ કાર છે.
3/7
ધનુષનું સાચું નામ વેંકટેશ પ્રભુ કસ્તૂરી રાજા. તેણે પિતા કસ્તૂકરી રાજા અને ભાઈના કહેવાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગ મુક્યો હતો. ધનુષની પ્રથમ ફિલ્મનનું નિર્દેશન તેમના પિતાએ કર્યું હતું. ફિલ્મનું નામ હતું ‘થુલ્લુવાધો ઇલામાઈ’, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહોતી. તેના બાદ તેના ભાઈના નિર્દેશનમાં બનેલી Kadhal Kondein થી તેને ઓળખ મળી હતી.
4/7
ધનુષે 2004માં સુપરસ્ટાર રજનીકાંન્તની પુત્રી એશ્વર્યા સાથે લગ્ન કર્યા હતા. બન્નેની મુલાકાત કાઢલ કોંડે ના શો દરમિયાન થઈ હતી અને જલ્દી જ તેઓ સારા મિત્ર બની ગયા હતા. બાદમાં મિત્રતા પ્રેમમાં પરિણમી હતી અને બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બન્ને લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા.
5/7
6/7
ધુનુષે વાય ધીસ, કોલાવરી ડી ગીત ગાયું હતું. જે દેશભરમાં ખૂબ પસંદ કરવામાં આવ્યું. આ ગીત રિલીઝ થતાંની સાથે યૂટ્યૂબ પર હીટ થઈ ગયું હતું. યૂટ્યૂબ પર અત્યાર સુધી 150 મિલિયનથી વધુ વખત જોવાઈ ચુક્યું છે.
7/7
ફિલ્મ આદુકલમ માટે ધનુષને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળી ચુક્યો છે. આ પુરસ્કારથી સન્માનિત તે સૌથી નાની ઉંમરનો એક્ટર છે.