Health Tips: વજન ઉતારવા માટે કરીના કપૂર આ ફૂડ લેવાનું કરે છે પસંદ, જાણો એક્ટ્રેસનો ડાયટ પ્લાન
કરીનાના ફેન્સ તેમની ફિટનેસને લઇને હંમેશા સોશિયલ મીડિયા પર તેમને સવાલ પૂછતાં રહે છે. તો આજે અમે આપને તેમની ફિટનેસ અને સુંદરતાનો રહસ્ય જણાવી રહ્યાં છીએ. શું છે એક્ટ્રેસનો ડાયટ પ્લાન
બોલિવૂડ: કરીના કપૂર 40 વર્ષની બે બાળકોની માતા છે પરંતુ તેમની ફિટનેસ અને સુંદરતા કોઇ ન્યુકમર એક્ટ્રેસ જેવી જ છે. તે હાલ અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. પ્રેગ્નન્સી બાદ બહુ થોડા સમયમાં તે વેઇટ લોસ કરી દે છે. જેના કારણે લોકો તેના સિક્રેટ ડાયટ પ્લાન અને ફિટનેસનું રાજ જાણવા માટે હંમેશા આતૂર રહે છે.
કરીના કપૂર હાલ બે સંતાનની માતા છે. તેમ છતાં પણ તે કોઇ ન્યુકમર એક્ટ્રેસને ટક્કર મારે તેટલી ફિટ અને બ્યુટીફુલ દેખાઇ છે. અભિનયથી સિલ્વર સ્ક્રિન પર દર્શકોને આકર્ષિત કરતી કરીના કપૂરનું ફિટનેસ અને બ્યુટી પ્રત્યેનું સમર્પણ પણ કાબિલે તારીફ છે.
કરીના કપૂર ખાનનો ડાયટ પ્લાન
કરીનાના દિવસની શરૂઆત 9થી 10 પલાળેલી બદામ અને કેળાથી કરે છે.
એક્ટ્રેસ ત્યારબાદ જિમમાં વર્કઆઉટ કરે છે અને હાર્ડ એકસસાઇઝ પ્રીફર કરે છે.
લંચમાં તે દહીં સાથે પાપડ અથવા એક વાટકી પનીરની સબ્જી લે છે.
બપોર 2થી 3ની વચ્ચે તે મખાને અથવા તો પનીરના ટૂકડાં, અથવા તો એક મુઠ્ઠી મગફળી કે એક વાટકી પપૈયું લે છે
કરીના સાંજે પાંચની આસપાસ મિલ્કસેક પીવે છે.
કરીના કપૂર સાંજે આઠ વાગ્યાની આસપાસ ડ઼િનર લે છે, ડિનરમાં તે બુદ્દી રાયતા, 2 રોટલી, સબ્જી, દાલ,ભાત લે છે.
કરીના કપૂર સૂતા પહેલા હળદરવાળા દૂધ સાથે થોડું જાયફળ લે છે. જાયફળ ફાઇબરનો ઉત્કૃષ્ટ સ્ત્રોત છે. જે વજન ઓછું કરવા ઇચ્છતી વ્યક્તિ માટે ઉત્તમ છે.