શોધખોળ કરો
Advertisement
13 વર્ષ પહેલાનું આ હીટ સૉન્ગ હવે રાનૂ મંડલે હિમેશ સાથે ફરીથી ગાયુ, નવા સૉન્ગનો વીડિયો વાયરલ
આ ગીત 13 વર્ષ પહેલા 2006માં રિલીઝ થયેલી ફિલ્મ '36 ચાઇના ટાઉન'ના ગીત 'આશિકી મેં તેરી'નું રિમેક છે
નવી દિલ્હીઃ પશ્ચિમં બંગાળના એક રેલવે સ્ટેશન પરથી બૉલીવુડમાં એન્ટ્રી મારી રહેલી ગાયક રાનૂ મંડલ હાલ ખુબ ચર્ચામાં છે. એક્ટર અને સિંગર હિમેશ રેશમિયાએ રાનૂ મંડલ સાથે બીજુ એક ખાસ ગીત રેકોર્ડ કર્યુ છે, જેનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.
રાતો રાત સ્ટાર બનેલી રાનૂ મંડલને હિમેશ બેક ટૂ બેક ગીતો આપી રહ્યો છે. 'તેરી મેરી કહાની' અને 'આદત'ની સુપર સક્સે બાદ હિમેશે વધુ એક વીડિયો શેર કર્યો છે, જેમાં રાનૂ 'આશિકી મેં તેરી' સોન્ગ ગાઇ રહી છે.
હિમેશનુ આ નવુ ગીત 'આશિકી મેં તેરી' હાલ સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે, આ ગીત 13 વર્ષ પહેલા 2006માં રિલીઝ થયેલી ફિલ્મ '36 ચાઇના ટાઉન'ના ગીત 'આશિકી મેં તેરી'નું રિમેક છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ખેતીવાડી
ટેકનોલોજી
Advertisement
gujarati.abplive.com
Opinion