શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
રાખી સાવંતની બાયોપિક બનાવવા ઇચ્છે છે જાવેદ અખ્તર, જાણો કેમ? શું છે તેમની જીવનગાથામાં ખાસ ?
બિગ બોસ ફેમ રાખી સાવંતની બાયોપિક માટે દિગ્ગજ બોલિવૂડ લેખક જાવેદ અખ્તર સ્ર્કિપ્ટ લખવા ઇચ્છે. રાખી સાવંતનું કહેવું છે કે, જો તેમની બોયોપિક બને તો આલિયા ભટ્ટ તેની ભૂમિકા ભજવશે તો વધુ ખુશી થશે.
![રાખી સાવંતની બાયોપિક બનાવવા ઇચ્છે છે જાવેદ અખ્તર, જાણો કેમ? શું છે તેમની જીવનગાથામાં ખાસ ? Javed akhatar wanst to make biopic on rakhi sawant રાખી સાવંતની બાયોપિક બનાવવા ઇચ્છે છે જાવેદ અખ્તર, જાણો કેમ? શું છે તેમની જીવનગાથામાં ખાસ ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/06165405/8.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બિગ બોસ 14ના ફિનાલે વીકમાં પહોંચીને બહાર થયેલી રાખી સાવંતે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, તેમની બાયોપિક બોલિવૂડ લેખક જાવેદ અખ્તર બનાવા ઇચ્છે છે. આ મામલે જાવેદ અખ્તરે પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે. તે રાખી સાવંતની બાયોપિક માટે સ્ક્રિપ્ટ લખવા ઇચ્છે છે.
જાવેદ અખ્તરના સ્પોટબોયે જણાવ્યું કે, વર્ષો પહેલા રાખી સાવંત અને જાવેદ અખ્તર એક ફલાઇટમાં સાથે મુસાફરી કરી રહ્યાં હતા. આ સમયે રાખીએ તેમના બાળપણથી માંડીને બધી યુવાની સુધીની જીવનગાથા વર્ણવી હતી. આ સમયે જાવેદ અખ્તરે કહ્યું હતું કે, તે તેમની બાયોપિક બનાવશે અને સ્ક્રિપ્ટ લખશે. રાખી સાવંત આ વાતથી ખૂબ જ એક્સાઇટેડ જોવા મળી રહી છે.
રાખી સાવંતે ન્યૂઝ ચેનલના માધ્યમથી લોકડાઉન પહેલા કહ્યું હતું કે, તેમને બાયોપિક મુદ્દે જ જાવેદ અખ્તરનો કોલ આવ્યો હતો. રાખી સાવંતે લોકડાઉન સમયનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો અને જે ખૂબ જ વાયરલ થયો હતો.
વિવાદિત બાયોપિક રાખી સાવંતે બોયોપિક ફિલ્મ મુદ્દે વાત કરતા કહ્યું હતું કે, મારી આ બોયપિક થોડી વિવાદિત હશે એટલે જાવેદ અખ્તર વિચારી રહ્યં છે કે લોકો આ જોવાનું પસંદ કરશે કે નહીં? રાખી સાવંતનું કહેવું છે કે, જો તેમની બોયોપિક બને તો આલિયા ભટ્ટ તેની ભૂમિકા ભજવશે તો વધુ ખુશી થશે. તેમણે અન્ય ફેવિરટ અભિનેત્રી કરીના, દીપિકા અને પ્રિયંકાના નામનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આલિયા સહિત પ્રિયંકા, દીપિકા અને કરીના મારી ફેવરિટ છે. જે મારી બાયોપિક પર કામ કરશે તો મને વધુ ખુશી થશે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)