જોકે ખાસ વાત તો એ છે કે ગોલ્ડન ગાઉનમાં જાહ્નવી જામતી હતી. તેણે અને ઇશાન ખટ્ટરે બંનેએ સાથે પોઝ પણ આપ્યા છે.
2/3
જાહ્નવીએ ગોલ્ડન કલરનું ગાઉન પહેર્યુ હતું. જ્યારે તે ફોટા પડાવી રહી હતી ત્યારે તેનો ડ્રેસ તેનાં જ પગમાં ફસાઇ ગયો હતો. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે જાહ્નવી ડ્રેસ કાઢવાનો પ્રયાસ કરી રહી હતી પણ બાદમાં તેની ટીમની એક મેમ્બરે તેની મદદ કરી હતી. જે બાદ જાહ્નવીએ મીડિયા સામે પોઝ આપ્યો હતો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે.
3/3
મુંબઈઃ બોલિવૂડમાં આ વર્ષે પોતાની ફિલ્મ ધડકથી ડેબ્યૂ કરનારી અભિનેત્રી જાહ્નવી કપૂર હાલમાં જ વોગ વુમન ઓફ ધ યર એવોર્ડ નાઈટનો ભાગ બની હતી. આ દરમિયાન જાહ્નવી કપૂર આ ખાસ ઈવેન્ટ માટે ખાસ આઉટફિટ પહેરીને આવી હતી જેનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જાહ્નવી ઉપ્સ મોમેન્ટનો ભોગ બનતી જોવા મળી છે.