જણાવી દઈએ કે, મીડિયા સાથેની વાતચીતમાં ભટ્ટે પોતાની મોટી પુત્રી વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, પુત્રી શાહીન નાની ઉંમરમાં જ ડિપ્રેશનનો શિકાર બની ગઈ હતી. આશરે 12-13 વર્ષની ઉંમરમાં જ શાહીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેનાથી તેમણે ખૂબ જ આઘાત લાગ્યો હતો. ત્યારબાદ તેમણે શાહીનની સારવાર શરૂ કરાવી હતી.
2/3
રિપોર્ટ્સ અનુસાર, મીડિયા સાથે વાત કરતા મહેશ ભટ્ટે ઘણા અનુભવ શેર કર્યા. તેમણે કહ્યું કે, જિયા તેમની પાસે કામ માગવા માટે આવી હતી પણ ત્યારે તેઓ કોઈ પ્રૉજેક્ટ પર કામ કરી રહ્યાં નહોતા, આવામાં તે જિયા સાથે કોઈ ફિલ્મ સાઈન કરી શક્યા નહીં. મહેશ ભટ્ટે કહ્યુ કે, આ મુલાકાતના થોડા દિવસો બાદ જ જ્યારે તેમણે જિયા ખાનની આત્મહત્યાની ન્યૂઝ સાંભળી તો તેમને બહુ ખોટું લાગ્યું.
3/3
નવી દિલ્હીઃ બોલિવૂડના જાણીતા ફિલ્મમેકર મહેશ ભટ્ટે જિયા ખાન વિશે મોટો ખુલાસો કર્યો છે. મહેશ ભટ્ટે જણાવ્યું કે, જિયા કથિત આત્મહત્યા પહેલા એક્ટ્રેસ જિયા ખાને તેની સાથે મુલાકાત કરી હતી. તે કામ માગવા માટે આવી હતી. હાલમાં જ અપકમિંગ ફિલ્મ ‘ધ ડાર્ક સાઈઢ ઓફ લાઈફઃ મુબંઈ સિટી’ના ટ્રેલર લોન્ચ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં મહેશ ભટ્ટે આ વાત કરી છે.