આ બાજુ કાળા હરણ શિકાર કેસમાં સલમાનના વકિલે બીજી અરજી દાખલ કરી છે. આમાં 10થી 26 ઓગષ્ટે સલમાને આબૂદાબી અને માલ્ટા જવા માટેની મંજૂરી માંગી છે. આ અરજી પર સુનાવણી બાકી છે.
2/4
શુક્રવારે આ મામલામાં સુનાવણી અધુરી રહી ગઈ હતી. આજે થયેલી સુનાવણી બાદ કોર્ટે સલમાનની અરજીને ફગાવી દીધી છે. ત્યારબાદ સ્પષ્ટ થઈ ગયું કે, સલમાનને હવે દરેક વખતે વિદેશ ગયા પહેલા પરવાનગી લેવી પડશે.
3/4
શુક્રવારે કાળા હરણ શિકાર કેસ સમયે સલમાન ખાનના વકિલે કોર્ટમાં એક અરજી રજૂ કરી હતી. આમાં સીજેએમ ગ્રામીણ દ્વારા સલમાન ખાન પર મંજૂરી વગર વિદેશ યાત્રા કરવા પર લગાવેલા પ્રતિબંધને હટાવી તેને વિદેશ યાત્રાની સ્થાયી અનુમતી આપવાની માંગ કરવામાં આવી હતી.
4/4
મુંબઈઃ રાજસ્થાનના કાળિયારના શિકાર કેસમાં સલમાન ખાન બે દિવસ સુધી જેલમાં રહ્યો હતો અને તેને એ શરતે જામાન મળ્યા હતા કે તે મંજૂરી વગર દેશની બહાર નહીં જઈ શકે. અમેરિકામાં દબંગ ટૂર બાદ હવે સલમાન ખાનને ફિલ્મ ભારતના શૂટિંગ માટે વિદેશ જવું પડશે જેના માટે તેણે કોર્ટમાં અરજી કરી છે અને કહ્યું હતું કે તેને દર વખતે વિદેશ જવા માટે મંજૂરી લેવામાંથી મુક્તિ મળે, જોકે કોર્ટે સલમાનની આ માગ ફગાવી દીધી હતી.