શોધખોળ કરો
જસ્ટિન બીબરે ભાવુક પોસ્ટ શેર કરી ફેન્સને કહ્યું, 'આ રોગથી પીડિત છું'
જસ્ટિન તેની તબિયતના કારણે ચર્ચામાં છે. તાજેતરમાં જ સિંગરે સોશિયલ મીડિયા પર પોતાની બીમારીનો ખુલાસો કર્યો છે.
મુંબઈ: પોપ સ્ટાર જસ્ટિન બીબર તેના લૂક્સ અને પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે જસ્ટિન તેની તબિયતના કારણે ચર્ચામાં છે. તાજેતરમાં જ સિંગરે સોશિયલ મીડિયા પર પોતાની બીમારીનો ખુલાસો કર્યો છે. જસ્ટિન બીબર લાઈમ ડિસીઝ બિમારીથી પીડિત છે.
પોપ સ્ટાર જસ્ટિન બીબરે ઇન્સ્ટાગ્રામ પર ખુલાસો કરતા લખ્યું, 'ઘણા લોકો કહેતા હતા કે જસ્ટિન બીબર ખૂબ ગંદા દેખાઈ રહ્યા છે, તેઓ જોઈ શકતા ન હતા કે હું બીમાર છું. તાજેતરમાં, મારા શરીરમાં 'લાઈમ ડિસીઝ' જોવા મળ્યો છે. ફક્ત એટલું જ નહી પરંતુ ક્રોનિક મોનોનો પણ સીરિયસ કેસ હતો. જેને કારણે મારી સ્કિન, મગજ, બોડી એનર્જી અને ઓવરઓલ હેલ્થ પ્રભાવિત થઈ છે. જસ્ટિન બીબરે કહ્યું , ટૂંક સમયમાં હું આ તમામ ડોક્યૂમેન્ટ્રી સિરીઝમાં સમજાવીશ, જેને ટૂંક સમયમાં યુટ્યુબ પર અપલોડ કરીશ. તમે પણ જાણી જશો કે હું કઈ વસ્તુ સાથે લડતો હતો. જસ્ટિને એમ પણ કહ્યું કે, 'છેલ્લા કેટલાક વર્ષો મારા માટે મુશ્કેલ હતા. જો કે, યોગ્ય ઉપચાર કર્યા પછી, ટૂંક સમયમાં જ હું આ અસાધ્ય રોગથી છૂટકારો મેળવીશ. આમાંથી છૂટકારો મેળવીને હું જલ્દીથી પાછો આવીશ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement