17 વર્ષ પહેલા આવેલી શાહરૂખ ખાનની ફિલ્મ અશોકામાં કથિત રીતે ઈતિહાસ સાથે છેડછાડથી નારાજ કલિંગ સેનાએ ધમકી આપી છે કે, એક્ટર ઓડિશા આવશે ત્યારે તેના ચહેરા પર કાળી સ્યાહી ફેંકવામાં આવશે. આ રીતે તેનો વિરોધ કરવામાં આવશે. કલિંગ સેનાએ એમ પણ કહ્યું કે, શાહરૂખ ખાન મેન્સ હોકી વર્લ્ડ કપ માટે 27 નવેમ્બરે કલિંગ સ્ટેડિયમ આવશે તેને કાળા વાવટા દેખાડવામાં આવશે.
2/4
કલિંગ સેનાએ શાહરૂખ ખાન પાસે માફીની માંગ કરી છે. સેનાનું કહેવું છે કે ફિલ્મ અશોકામાં રાજ્યને તથા કલિંગ લોકોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા.
3/4
આ ધમકી સામે આવ્યા બાદ ભુવનેશ્વસ ડીસીપી અનુપ સાહુએ નિવેદન જાહેર કરીને કહ્યું કે, હોકી વર્લ્ડ કપ માટે શાહરૂખ ખાનની વિઝિયને લઈ અમે જરૂરિયાત મુજબ સુરક્ષાનો પૂરતો પ્રબંધ કરીશું. જોકે, અમને એક્ટરના શેડ્યૂલ સાથે સંકળાયેલી કોઈ જાણકારી મળી નથી.
4/4
નવી દિલ્હીઃ બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનને કલિંગ સેના સેના તરફથી મળેલી ધમકી બાદ તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. શનિવારે ઓડિશા પોલીસે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે, શાહરૂખ ખાન ઓડિશા આવશે ત્યારે તેની સુરક્ષા માટે જરૂરી પગલાં ભરવામાં આવશે.