તેણે વધુમાં લખ્યું કે, આ એવા સમયે થયું છે જ્યારે મીટુ કેમ્પેઇન હેઠળ દેશમાં બબાલ ચાલી રહી છે ત્યારે આ પ્રકારની હરકત મને ડિસ્ટર્બ અને અપસેટ કરે છે. અક્ષરાએ કહ્યું કે આ હરકત પાછળના વ્યક્તિની શોધ માટે તેણે મુંબઇ પોલીસ અને સાઇબર સેલની મદદ માંગી છે.
3/4
પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ આઇપીસીની કલમ 500 સાથે આઇટી એક્ટની કલમ 66 અને 66ઇ હેઠળ દાખલ કર્યો છે. વર્સોવા પોલીસ સ્ટેશનના સીનિયર ઇન્સ્પેક્ટર રવિન્દ્ર બડગુજરે એફઆઇઆર દાખલ થયાની પુષ્ટી આપી હતી પરંતુ વધુ જાણકારી આપવાનો ઇનકાર કરી દીધો હતો. નોંધનીય છે કે સાઉથ એક્ટર કમલ હસનની દીકરી અક્ષરા હસને સાત નવેમ્બરના રોજ ટ્વિટ કર્યું હતું કે તાજેતરમાં જ મારી પ્રાઇવેટ તસવીરો ઇન્ટરનેટ પર લીક થઇ ગઇ છે. આ કોણે કર્યું અને કેમ તેની જાણકારી મારી પાસે નથી.
4/4
નવી દિલ્હીઃ ફિલ્મ એક્ટ્રેસ અક્ષરા હસનની પ્રાઇવેટ ફોટો લીક થવા મામલે મુંબઇમાં વર્સોવા પોલીસે એક અજાણ્યા યુવક વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે. પોલીસે વાયરલ તસવીરો અસલી છે કે નકલી તેની પણ તપાસ કરી રહી છે. એક્ટ્રેસે સોમવારે બીકેસીના સાઇબર પોલીસ સ્ટેશનમાં એક લેખિત ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે કે આ ફોટાઓ આરોપીએ અક્ષરાના ફોનમાંથી લીધા કે પછી અન્ય ગેઝેટને હેક કરીને લેવામાં આવ્યા હતા.