શોધખોળ કરો
Advertisement
આ એક્ટ્રેસે 10 દિવસમાં ઘટાડ્યું 5 કિલો વજન! કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવશે હોટ ફિગર
કંગનાની ટીમે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો સાથે આ વાત જણાવી. કંગનાના ફિટનેસ ટ્રેનર યોગેશ ભટેજાએ આ વાત શેર કરી છે.
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ પંગા માટે ખૂબ મહેનત કરી રહી છે. ફિલ્મમાં કંગના એક કબડ્ડી પ્લેયરની ભૂમિકામાં જોવા મળશે. તેના માટે કંગના ખૂબ વજન પણ વધારી રહી હતી. પરંતુ હવે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં કંગના ફરી શેપમાં આવી ગઈ છે. અહેવાલ અનુસાર તેણે માત્ર 10 દિવસમાં 5 કિલો વજન ઉતાર્યું છે. ડ્રાસ્ટિક વર્કઆઉટ દ્વારા કંગનાએ હાલમાં જ રેડ કાર્પેટ લુક માટે તૈયાર કરી છે. તેના માટે તે ખૂબ મહેનત કરી રહી ચે અને 10 દિવસમાં 5 કિલો વજન ઘટાડ્યું છે.
કંગનાની ટીમે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો સાથે આ વાત જણાવી. કંગનાના ફિટનેસ ટ્રેનર યોગેશ ભટેજાએ આ વાત શેર કરી છે. મીડિયા અનુસાર, કંગનાએ વજન ઘટાડવા માટે લો-કાર્બ ડાયેટ ફોલો કર્યું. જણાવી દઈએ કે, કંગનાએ અશ્વિની ઐયરની ફિલ્મ ‘પંગા’માં કબડ્ડી પ્લેયરના રોલ માટે વજન વધાર્યું હતું. હવે કાન માટે તેણે આકરી મહેનતથી 10 દિવસમાં જ વજન ઘટાડી લીધું છે.
ભટેજાએ જણાવ્યું કે, ‘કંગનાએ પંગા માટે વજન વધારવાનું હતું એટલે તે હાઈ કાર્બ ડાયેટ ફોલો કરી રહી હતી. હાઈ-કાર્બ ડાયેટથી લો-કાર્બ ડાયેટ પર આવવું સરળ નથી. કંગના 10-11 કલાકના શૂટિંગ બાદ પણ દિવસમાં બેથી ત્રણ વખત વર્કઆઉટ કરતી હતી.’
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement