આ સવાલ સાંભલીને અમિતાભ પૂરા જોશમાં આવી જાય છે અને કહે છે, પત્ની કંઈપણ બોલે, બોલે તે પહેલા જ સોરી બોલી દો. તમારા તમામ દુઃખ દર્દ દૂર થઈ જશે. આ સાંભલીને કોમેડી કિંગ કપિલ બિગ બીને ચીડવવામાં તક નથી છોડતા. તે કહે છે, ‘જેમ કે મર્દ કો કભી દર્દ નહીં હોતા. શહંશાહ, રિશ્તે મેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈ. પરંતુ જ્યારે બાપની આવી સ્થિતિ છે તો અમારા જેવા બાળકોનું તો એવું જ થશે.’ આ સાંભળીને ફરી એક વખત હાજર બધા લોકો હસવા લાગે છે.
2/4
મુંબઈઃ કોમેડિ કિંગ કપિલ શર્મા ડિસેમ્બરમાં પોતાની ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. પરંતુ લગ્ન પહેલા તે એક સવાલનો જવાબ શોધી રહ્યો છે કે, તે પોતાની થનારી પત્નીને કેવી રીતે ખુશ રાખે? આ સવાલના જવાબ માટે કપિલ શર્મા પહોંચી ગયા કૌન બનેગા કરોડપતિમાં. અહીં તેણે અમિતાભ બચ્ચનને પૂછ્યું કે સર તમે જણાવો, ‘હું લગ્ન કરવા જઈ રહ્યો છું પરંતુ પત્નીને ખુસ કેવી રીતે રાખુ?’
3/4
કપિલ શર્મા અને અમિતાભની જબરદસ્ત ટ્યૂનિંગની સાથે આ એપિસોડ ગ્રાન્ડ ફિનાલે પર આવવાનો છે. કૌન બનેગા કરોડપતિની આ સીઝન પૂરી થઈ ગઈ છે. આવતા શુક્રવારે આ શોનો અંતિમ એપિસોડ ટેલીકાસ્ટ થશે.
4/4
હાલમાં જ સોની ટીવીએ સોશિયલ મીડિયા પર કેબીસીમાં આવેલ કપિલ શર્મા સાથે શૂટ કરવામાં આવેલ એક એપિસોડનો પ્રોમો જારી કર્યો છે. તેમાં બિગ બીએ કપિલને પૂછ્યું કે, ‘સાંભળ્યું છે કે તમે લગ્ન કરવા જઈ રહ્યા છો?’. તેના પર કપિલે કહ્યું કે, ‘તમારી થોડી સલાહ જોઈએ છે. પત્નીને ખુશ રાખવી હોય તો કોઈ ગુરુમંત્ર જણાવો.’