અહેવાલ અનુસાર કપિલના ભોજન સમારંભ પાછળ જ 15 લાખ રૂપિયાથી વધારેનો ખર્ચ થશે. વેજ અને નોનવેજ ફુડ સર્વ કરવામાં આવશે. પંજાબી ફુડ ઉપરાંત 100થી વધારે પકવાન પીરસવામાં આવશે. લગ્ન પછી કપિલ ગિન્ની અમૃતસર અને મુંબઈમાં શાનદાર રિસેપ્શન આપશે.
2/5
રિસોર્ટમાં મહેંદી, સંગીત, લગ્ન અને નાનકડુ રિસેપ્શન થશે. લગ્નની વિધિ રાત્રે થશે. કપિલે પોતાના લગ્ન માટે અમિતાભ બચ્ચ, શાહરૂખ ખાન, અક્ષય કુમાર, દીપિકા પાદુકોણ જેવા સ્ટાર્સને આમંત્રણ આપ્યું છે. અત્યાર સુધી 150થી 200 ગેસ્ટનું લિસ્ટ તૈયાર થઈ ગયું છે.
3/5
કહેવાય છે કે, ગિન્નીના પિતાની તબિયત લથડી જતા બન્નેએ વહેલા લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. લગ્ન જલંધરમાં થશે. આ માટે જલંધરના કબાના રિસોર્ટને બુક કરવામાં આવ્યો છે. 2 આખા દિવસ માટે આ રિસોર્ટ બુક કરવામાં આવ્યો છે.
4/5
કપિલ હાલમાં પોતાના શોને લઈને તૈયારી કરી રહ્યો છે તો બીજી બાજુ તેનો પરિવાર તેના લગ્નની તૈયારી કરી રહ્યા છે. કપિલની ઈચ્છા છે કે તેના લગ્ન નવો શો લોન્ચ થયા પછી જ થાય પણ મિત્રોનું કહેવું છે કે પરિવાર ઝડપથી તે લગ્ન કરી લે તેવું ઈચ્છે છે.
5/5
નવી દિલ્હીઃ કપિલ શર્મા હાલમાં પોતાના નવા શોને લઈને ચર્ચામાં છે. ઉપરાંત અહેવાલ છે કે તે નવો શો શરૂ કરતાં પહેલા જ પોતાની ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે લગ્ન કરી લેશે. કપિલના લગ્નને લઈને હવે કેટલીક વિગતો બહાર આવી છે.