શોધખોળ કરો
ફરી પિતા બનવાનો છે આ બોલિવૂડ એક્ટર, પ્રેગ્નેન્ટ પત્નીની સારસંભાળ માટે માતાને બોલાવી મુંબઈ
એક્ટર પહેલા જ એક દીકરી અનાયરાનો પિતા છે, જે 10 ડિેસેમ્બરે એક વર્ષની થવા જઈ રહી છે.

કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા પોતાના પરિવારમાં વધુ એક સભ્યના સ્વાગતની તૈયારી કરી રહ્યો છે. કપિલ ટૂંકમાં જ ફરી પિતા બનવાનો ચે. તેની પત્ની ગિન્ની ચતરથ પ્રેગ્નેન્ટ છે અને જાન્યુઆરી 2021માં તેની ડિલિવરી થવાની આશા છે. ગિન્નીની સારળસંભાળ માટે કપિલ શર્માની માતા મુંબઈ પહોંચી ગયા છે.
હાલમાં ગિન્નીની પ્રેગ્નેન્સીને છ મહિના પૂરા થયા છે. હાલમાં જ કરવા ચૌથના અવસર પર કપિલની બેસ્ટ ફ્રેન્ડ ભારતી ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થઈ હતી. આ વીડિયોમાં છેલ્લે ગિન્ની બેબી બમ્પની સાથે જોવા મળી હતી. ત્યાં સુધી કે દિવાળીની તસવીરમાં ગિન્નીનો બેબી બમ્પ સ્પષ્ટ જોવા મળ્યો અને તે પોતાના બેબી બમ્પને એક ખુરશીથી છુપાવતા જોવા મળી રહી છે.
10 ડિેસમ્બરે અનાયરાના જન્મદિવસનું સેલિબ્રેશન
આ કપિલ શર્માનું બીજું બાળક હશે. કપિલ પહેલા જ એક દીકરી અનાયરાનો પિતા છે, જે 10 ડિેસેમ્બરે એક વર્ષની થવા જઈ રહી છે. તેના બે દિવસ બાદ એટલે કે 12 ડિસેમ્બરે કપિલ અને ગિન્ની પોતાના લગ્નની બીજી એનેવર્સરી સેલિબ્રેટ કરશે. દિવાળીના થોડા દિવસ પહેલા કપિલ શર્મા પોતાની પત્નીની સાથે અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં આશીર્વાદ લીધા હતા.
ઘટાડ્યું 11 કિલો વજન જણાવીએ કે, કપિલ શર્માએ લોકડાઉન દરમિયાન મળેલ ખાલી સમયનો સદુપયોગ કર્યો અને પોતાના ટ્રાન્સફોર્મેશનથી બધાને ચોંકાવી દીધા. તે પોતોના નવા લુકમાં ઘણો સ્લિમ અને હેન્ડસમ લાગી રહ્યો છે. કહેવાય છે કે, તેણે લોકડાઉન દરમિયાન અંદાજે 11 કિલો વજન ઉતાર્યું છે. લોકડાઉન પહેલા તેનું વજન 92 કિલોગ્રામ હતું જે હવે ઘટીને 81 કિલોગ્રામ ક ર્યું છે. તે એક વેબ સીરીઝનું શૂટિંગ પણ કરી રહ્યો છે.View this post on Instagram
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement