શોધખોળ કરો
વિવાદોની વચ્ચે વર્ષો બાદ કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરને એક જ સ્ટેજ પર લાવ્યો આ વ્યક્તિ, જુઓ Video
વીડિયોમાં કપિલ એક મહિલા સાથે ડાન્સ પણ કરી રહ્યો છે. મહિલાએ એક ગોલ્ડન સાડી પહેરી રાખી છે. અને તે એક જૂની હિંદી ગીત ઓ મેરી જોહરા જબી પર ડાન્સ કરી રહી છે.

નવી દિલ્હીઃ કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની વચ્ચે જે પણ અણબનાવ છે તે હવે ખત્મ થતો જોવા મળી રહ્યો છે. આ વાતનો પૂરાવો સોશિયલ મીડિયા પર સામે આવેલ બન્નેના એક વીડિયોથી મળી રહ્યો છે. આ વીડિયોમાં કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર સાથે જોવા મળી રહ્યા છે અને ગીત ગાઈ રહ્યા છે. આ બન્નેની સાથે આ વીડિયોમી મીકા સિંહ પણ જોવા મળી રહ્યો છે.
આ વીડિયોની સૌથી મજેદાર વાત એ છે કે આ વીડિયો ખુદ કપિલે રિટ્વીટ કર્યો છે. કપિલ શર્મઆએ વીડિયો સાથે લખ્યું કે, ‘આ એક સિંદર અને ખાસ સાંજ હતી...આટલા બધા પ્રેમ માટે આમ તમામનો આભાર, કપલને ખૂભ ખૂભ શુભેચ્છા અને સમગ્ર કુમરિયા પરિવાર માટે ભગવાન પાસે દુઆ કરું છું.’ કપિલ શર્માનું આ ટ્વીટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
વીડિયોમાં કપિલ એક મહિલા સાથે ડાન્સ પણ કરી રહ્યો છે. મહિલાએ એક ગોલ્ડન સાડી પહેરી રાખી છે. અને તે એક જૂની હિંદી ગીત ઓ મેરી જોહરા જબી પર ડાન્સ કરી રહી છે. સુનીલ પણ સ્ટેજ પર ગાતો નજર આવી રહ્યો છે. કપિલ કુમરીયાએ વીડિયો ટ્વીટ કર્યો છે અને લખ્યું છે @MikaSingh, @ KapilSharmaK9, @WhoSunilGroverનો આભાર માનવા માંગુ છું જેમણે વ્યક્તિગત રીતે દીકરી કનિકાકુમારીના લગ્નમાં આવી આશિર્વાદ આપ્યા. લવ યૂ માય બ્રધર.’ તમને જણાવીએ કે, કપિલ, સુનીલ અને મીકા સિંહ જે લગ્નમાં સામેલ થયા હતા તે કોર્પોરેટ એલાયન્સ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર કપિલ કુમારિયાની દીકરી કનિકાના લગ્ન હતા. આ લગ્નમાં કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર સિંગર મીકા સિંહની સાથે મસ્તી કરતાં જોવા મળ્યા હતા. આ વીડિયોને ખુદ કપિલ કુમારિયાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે અને કપિલ શર્માએ તેને રિટ્વીટ કરતાં તેના પર રિએક્ટ કર્યું છે.It was such a special n beautiful evening paji. Thanks for all the love n warmth. God bless the beautiful couple n congratulations to whole kumria family n friends 🙏 https://t.co/DKDSxoDh9e
— Kapil Sharma (@KapilSharmaK9) March 13, 2020
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
અમદાવાદ
Advertisement