શોધખોળ કરો
ઓ બોલિવૂડ એક્ટ્રેસે ઇન્સ્ટાગ્રામ પર કર્યું ડેબ્યૂ, બિલાડીનો વીડિયો શેર કરતાં લખ્યું- ‘જલ્દી જ આવી રહી છું’
વીડિયોમાં એક બિલાડી ભાગતી જોવા મળે છે. અકાઉન્ટમાં ડિસપ્લે પિકમાં કોઈનો ફોટો જોવા મળ્યો નથી.

મુંબઈઃ કરીના કપૂર સોશિયલ મીડિયાના એક પણ પ્લેટફોર્મ પર નથી. જોકે, તેની તસવીરો તથા વીડિયો અવાર-નવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. હાલમાં જ ઈન્સ્ટાગ્રામમાં કરીના કપૂર ખાન કરીને એક અકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. આ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.
કરીના કપૂર ખાનના ઈન્સ્ટાગ્રામમાં એક વીડિયો શૅર કરવામાં આવ્યો છે. આ વીડિયો શૅર કરીને પોસ્ટ કરવામાં આવ્યું હતું, ટૂંક સમયમાં આવું છું. વીડિયોમાં એક બિલાડી ભાગતી જોવા મળે છે. અકાઉન્ટમાં ડિસપ્લે પિકમાં કોઈનો ફોટો જોવા મળ્યો નથી. આ લખાય છે ત્યાં સુધીમાં આ અકાઉન્ટમાં 5 લાખ કરતાં વધારે ફોલોઅર્સ થઈ ગયા છે.
કરીના કપૂર ખાનના ઇનસ્ટાગ્રામમાં પ્રથમ વીડિયો બાદ પોતાની એક તસવીર શેર કરી છે. આ સાથે જ એકાઉન્ટને બ્લૂ ટીક મળી ગઈ છે. એટલે કે હવે કરીના કપૂરનું આ સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ બેબોએ કહ્યું હતું કે, ‘હું જાણું છું કે મારા ફેન ક્લબના પણ 6-7 મિલિયન ફોલોઅર્સ છે. મારા ઘણા ચાહકો આ પેજને ચલાવે છે. હું કહી શકું છું કે ટૂંક સમયમાં મારી પાસે એક ઓફિશિયલ પેજ હશે જે સમય આવે ત્યારે બનાવવામાં આવશે. પરંતુ કોઈ અન્ય તેને ચલાવશે. આના પર મારા કામ અને ફિલ્મના અપડેટ્સ હશે, પરંતુ વ્યક્તિગત કંઇ થશે નહીં.
કરીનાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો એક્ટ્રેસ ‘અંગ્રેજી મીડિયમ’માં ઈરફાન ખાન સાથે જોવા મળશે. આ ફિલ્મમાં કરીના પોલીસના રોલમાં છે. ફિલ્મમાં તેનો નાનો પણ મહત્ત્વનો રોલ છે. આ ઉપરાંત કરીના કપૂર એક્ટર આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં કામ કરી રહી છે. આ ફિલ્મ હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિંદી રિમેક છે. કરીના કપૂર ડિરેક્ટર કરન જોહરની ફિલ્મ ‘તખ્ત’માં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, જાહન્વી કપૂર, અનિલ કપૂર તથા ભૂમિ પેડનેકર સાથે જોવા મળશે.View this post on Instagram
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ધર્મ-જ્યોતિષ
દેશ
Advertisement