શોધખોળ કરો
Advertisement
કરીના કપૂરે દિકરા તૈમુરની પ્રથમ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી
કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કરતાની સાથે જ તેના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં પહોંચી ગઈ હતી.
મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ કરીના કપૂરે શુક્રવારે સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું હતું. કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કરતાની સાથે જ તેના ફોલોઅર્સની સંખ્યા લાખોમાં પહોંચી ગઈ હતી. ઈન્સ્ટાગ્રામ પર કરીના કપૂર આવ્યા બાદ ચાહકો થોડા નિરાશ થયા હતા કારણ કે તેની પહેલી તસવીર તૈમુર સાથે નહોતી. પરંતુ શનિવારે અભિનેત્રીએ એક તસવીર શેર કરી હતી, જેની દરેક ફેન્સ રાહ જોઈ રહ્યા હતા.
કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં તે દિકરા તૈમુર સાથે જોવા મળી રહી છે. તૈમૂરે આખરે મમ્મીના નવા ઇન્સ્ટાગ્રામ પેજ પર બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર સાથે ડેબ્યૂ કર્યું છે.
કરીના કપૂર ખાનના ઈન્સ્ટાગ્રામમાં એક વીડિયો શૅર કરવામાં આવ્યો હતો. આ વીડિયો શૅર કરીને પોસ્ટ કરવામાં આવ્યું હતું, ટૂંક સમયમાં આવું છું. વીડિયોમાં એક બિલાડી ભાગતી જોવા મળી હતી. કરીના કપૂરના ઈન્સ્ટાગ્રામ ડેબ્યૂથી બેબોના ફેન્સ ખૂબ જ ખુશ છે.View this post on InstagramThe only one I will ever allow to steal my frame... 🎈🎈🎈❤️❤️❤️
કરીનાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો એક્ટ્રેસ ‘અંગ્રેજી મીડિયમ’માં ઈરફાન ખાન સાથે જોવા મળશે. આ ફિલ્મમાં કરીના પોલીસના રોલમાં છે. ફિલ્મમાં તેનો નાનો પણ મહત્ત્વનો રોલ છે. આ ઉપરાંત કરીના કપૂર એક્ટર આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં કામ કરી રહી છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement