શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની આ એક્ટ્રેસે કર્યો મોટો ખુલાસો, કહ્યું- એક સુપરહિટ ગિત માટે 30 વખત બદલ્યા હતા કપડા
કરિશ્માએ કહ્યુ કે આ ગીતમાં પુરૂષ અને મહિલા બે ભાગ હતા. પરૂષ વાળા ભાગને 50 ડિગ્રીની ગરમીમાં રણમાં શૂટ કરવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ કરિશ્મા કપૂરે ટીવી રિયાલીટી શો ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ: બેટલ ઑફ ધ ચેમ્પિયન્સ’ના શૂટિંગ દરમિયાન પોતાની ફિલ્મી કારકિર્દીની એક અજીબોગરીબ વાત શેર કરી છે. તેનું કહેવું છે કે, 1996માં આવેલ ફિલ્મ ક્રિષ્નાના હિટ ગીત ઝાંઝરિયા માટે તેણે 30 વખત કપડા બદલ્યા હતા.
કરિશ્માએ કહ્યુ કે આ ગીતમાં પુરૂષ અને મહિલા બે ભાગ હતા. પરૂષ વાળા ભાગને 50 ડિગ્રીની ગરમીમાં રણમાં શૂટ કરવામાં આવ્યો હતો. જ્યારે મહિલા વાળા ભાગને મુંબઇમાં ત્રણથી વધારે દિવસમાં શૂટ કર્યું હતું. રણમાં શુટિંગ કરતા સમયે કલાકારઓએ રેતીમાં ડાન્સ કરવો પડતો હતો. આ સમયે રેતી તેમની આંખોમાં ઉડતી હતી જેના કારણે શૂટ કરવામાં મુશ્કેલી થઈ હતી.
જ્યારે અમે મહિલા વાળા ભાગના શુટિંગની શરૂઆત કરી તો મારે આ એક ગીત માટે 30 અલગ-અલગ કપડા બદલવા પડ્યા. દરેક લુક અલગ-અલગ વાળ અને મેકઅપની સાથે આપવામાં આવ્યો હતો. જેથી ‘ઝાંઝરિયા’ માત્ર એક પ્રતિષ્ઠિત ગીત જ નથી પરંતુ તે મારી કારકિર્દીનું સૌથી યાદગાર ગીત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement