શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની આ જાણીતી એક્ટ્રેસની દીકરીએ પડદે કર્યું ડેબ્યૂ, આ અંદાજમાં જોવા મળી
નવી દિલ્હીઃ ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીને સીરિયલ કસૌટી ઝિંદગીથી ઓળખ મળી હતી. ત્યાર બાદ તેણે અનેક શો અને કેટલીક ફિલ્મો પણ કરી. ઘણાં સમયથી ચર્ચા હતી કે શ્વેતાની દીકરી પલક તિવારી પણ એક્ટિંગની દુનિયામાં આવવા માગે છે. એક્ટિંગમાં આવતા પહેલા પલકે પોતાના ઘણાં ફેન્સ બનાવી લીધા હતા, જે તેને સ્ક્રીન પર જોવા માગતા હતા. પલકના ફેન્સ માટે ખુશખબર છે, કારણ કે તેણે હાલમાં જ પોતાનું એક્ટિંગ ડેબ્યૂ કર્યું છે. તેની જાણકારી ખુદ શ્વેતાએ આપી છે.
શ્વેતાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો, જેમાં પલક જોવા મળી રહી છે. જોકે પલકે પોતાનું એક્ટિંગ ડેબ્યૂ કોઈ બોલિવૂડ ફિલ્મ અથવા ટીવી સીરિયલથી નહીં, પરંતુ એક એડ દ્વારા કર્યું છે. આ વીડિયો શેર કરતાં શેવ્તાએ લખ્યું કે, હું - પ્રાઉડ મોમ. પલકની આ એડ્સ જોઈને શ્વેતાના અનેક ફ્રેન્ડ્સ અને ટીવી સેલેબ્સે રિએક્શન આપ્યા છે. કરણ બોહરાએ લખ્યું, wow પોતાની મમ્મીની જેમ જ નેચરલ છે. જ્યારે દલજીત કૌરે કમેન્ટ કરી કે, પલક ખૂબ જ સુંદર લાગી રહી છે. રતિ પાંડેએ લખ્યું, પલકને અભિનંદન, તે સુંદર લાગી રહી છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion