કેટરીનાએ કહ્યું કે, ‘‘મને નથી લાગતું કે તમે પોતાની કેરિયરમાં 100 ટકા પૂર્ણ રીતે સુરક્ષિત અનુભવી શકો છો, કેમકે ફિલ્મ જગતમાં બધુ ઝડપથી બદલાઇ રહ્યું છે. વસ્તુઓ બહુજ જલ્દીથી ચેન્જ થઇ રહી છે.’’
2/5
કૈટરીનાની છેલ્લી ફિલ્મ ‘ટાઇગર જિંદા હૈ’એ બૉક્સ ઓફિસ પર 545 કરોડ રૂપિયા કમાયા હતા. હવે કેટરીનાની આગામી ફિલ્મ ‘ઝીરો’ અને ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ છે.
3/5
મુંબઇઃ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ કેટરીના કૈફે કેરિયરને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. રાજનીતિ, એક થા ટાઇગરસ, અને ટાઇગર જિંદા હૈ જેવી કેટલીક હિટ ફિલ્મો આપ્યા બાદ પણ કેટરીનાનું કહેવું છે કે સિને જગતમાં કોઇનું પણ સ્થાન સેફ નથી.
4/5
તેને વધુમાં કહ્યું કે, ‘‘મારી એક કેરિયર છે જે અત્યાર સુધી સફળ રહી છે. આગળ વધવા માટે આવશ્યક છે કે તમે સખત મહેનત કરો અને અલગ અલગ પ્રકારની ફિલ્મો કરો. જે માત્ર તમારા માટે પડકારરૂપની સાથે દર્શકોને પણ મજા આવે.’’
5/5
કેટરીનાનું માનવું છે કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઝડપથી ચેન્જ આવી રહ્યો છે અને પ્રાસંગિત બની રહેવા માટે બૉલીવુડમાં વિભિન્ન ક્ષેત્રોને ટટોળવું જરૂરી છે.