શોધખોળ કરો
KBC-10ની પ્રથમ કરોડપતિ બની આ મહિલા, શું જીતી શકશે 7 કરોડ રૂપિયા?
1/3

આપને જણાવી દઇએ કે, સીઝનમાં કોઇએ પણ સાત કરોડ રૂપિયાનાં પ્રશ્નનો જવાબ આપ્યો નથી. જોકે જમશેદપુરની અનામિકા મજૂમદાર એક કરોડ રૂપિયા જીતવામાં સફળ રહી હતી તેણે જેકપોટ સવાલ પર પહેલેથી જ શો છોડી દીધો હતો. બિનીતા આ શોમાં 1 કરોડ રૂપિયા જીતનારી પહેલી સ્પર્ધક બની ગઇ છે આ શો 2 ઓક્ટોબરનાં રોજ રિલીઝ થશે.
2/3

KBCનો પ્રોમો સામે આવ્યો છે જેમાં ગુવાહાટીની બિનીતા જૈન 14મો પ્રશ્નનો સાચો જવાબ આપતી નજર પડે છે. તે એક કરોડ રૂપિયાની રકમ જીતી ગઇ છે. અત્યાર સુધી સૌથી વધુ રકમ 25 લાખ જીતવામાં આવી છે. બિનીતાએ એક કરોડ રૂપિયા જીતીને નવો જ ઈતિહાસ રચ્યો છે. તે 2 ઓક્ટોબરનાં રોજ સોમાં 7 કરોડ રૂપિયા માટે પુછતા સવાલનો જવાબ આપશે.
3/3

નવી દિલ્હીઃ કોન બનેગા કરોડપતિની સીઝન 10 દર્શકોની વચ્ચે પોતાનો રંગ જમાવી રહી છે. અમિતાભ બચ્ચનની મેજબાની અને કન્ટેસ્ટન્ટની હોશિયારીએ દર્શકોના દિલ જીતા લીધા છે. પરંતુ આ સીઝનમાં હવે એ સમય આવ્યો છે જેની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેબીસી સીઝન 10ને આખરે પ્રથમ કરોડપિત મળી ગઈ છે.
Published at : 27 Sep 2018 03:03 PM (IST)
View More





















