ગીત અપલોડ કર્યાના એક મહિના બાદ તેમાં સામાન્ય ફેરફાર કરીને કીંજલ દવેએ તેને યૂટ્યૂબ પર 2016માં અપલોડ કર્યું હતું. અરજદારે કોર્ટમાં કહ્યું કે, આ ગીતથી કિંજલને ખાસ્સો ફાયદો થયો છે અને ક્રેડિટ મળી છે. ખરેખર તો જેનું આ ગીત છે તેને કોઈ ક્રેડિટ કે ચાહના જ મળી નથી. કોર્ટે આ કેસમાં કિંજલ દવેને નોટિસ ઈશ્યૂ કરી છે અને ગીતના વેચાણ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
2/3
ઓસ્ટ્રેલિયામાં કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા ગુજરાતી યુવકે આ ગીતને લઈને કોપીરાઈટનો દાવો કર્યો છે. તેનું કહેવું છે કે, તેણે આ ગીત લખ્યું છે અને ગાયું છે અને કિંજલ દવેએ તેની નકલ કરી છે. યુવકના દાવા પ્રમાણે વર્ષ 2016માં તેણે આ ગીત અપલોડ કર્યું હતું.
3/3
અમદાવાદઃ ‘ચાર બંગડીવાળી ગાડી’ના ગીતથી જાણીતી થયેલ કિંજલ દવેને અમદાવાદની કોમર્શિયલ કોર્ટે આ ગીત ન ગાવા માટે વચગાળાનો આદેશ કર્યો છે.