શોધખોળ કરો
કપિલ શર્મા પણ આવતા મહિને કરશે લગ્ન, જાણો ક્યારે થશે લગ્ન ને ક્યારે છે રીસેપ્શન કોણ છે તેની પત્નિ ?
1/6

ગિન્ની કોલેજકાળથી જ કપિલને જાણે છે. ગિન્ની અને કપિલ કોમેડિ શો ‘હસ બલિયે’માં પણ કામ કરી ચુક્યા છે. એક ઈન્ટરવ્યુમાં કપિલ શર્માએ ગિન્ની સાથેની રિલેશનશિપ અંગે કહ્યું હતું કે, ‘હું ગિન્નીને મારા કોલેજના દિવસોથી જ ઓળખું છું. પરંતુ ઈમાનદારીથી કહું તો થોડા મહિનાથી તેને સારી રીતે જાણી શક્યો છે. તે હંમેશા મારો ખ્યાલ રાખે છે. અમારી રિલેશનશિપમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા પરંતુ હવે મેં તેની સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું છે. મને ગિન્નીથી સારી છોકરી ન મળી શકે.’
2/6

મુંબઈઃ જાણીતો કોમેડિયન કિંગ કપિલ શર્મા ગર્લફ્રેન્ડ ગિન્ની સાથે ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. તેણે થોડા સમયે લગ્નની તારીખ જાહેર કરતાં જણાવ્યું કે, લગ્ન 12 ડિસેમ્બરના રોજ જાલંધરમાં યોજાશે અને 14 ડિસેમ્બરે અમૃતસરમાં અને 24 ડિસેમ્બરે મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
Published at : 22 Nov 2018 12:50 PM (IST)
View More





















