એક-એક રૂપિયા માટે ફાંફા મારી રહી છે બૉલીવુડની આ એક્ટ્રેસ, બોલી- સંબંધીઓ બધા પૈસાદાર છે પણ કોઇ કામના નહીં.........
ઇલાજ દરમિયાન બચેલા પૈસા અને સેવિંગ્સ હતી તે તમામ હૉસ્પીટલના ભારે ભરખમ ખર્ચ પાછળ વપરાઇ ગઇ.
મુંબઇઃ 70ના દાયકાની હિન્દી સિનેમામાં પોતાની ભૂમિકાથી કરોડો દર્શકોના દિલમાં વસેલી એક્ટ્રેસ સવિતા બજાજ આજે કંગાળ પરિસ્થિતમાં આવી ગઇ છે. 79 વર્ષની એક્ટ્રેસ સવિતા બજાજ પાસે હાલ કોઇ આવક કે રૂપિયા નથી, થોડાક મહિનાઓ પહેલા કોરોનાથી સંક્રમિત થયા બાદ મુંબઇની એક હૉસ્પીટલમાં દાખલ થઇ હતી, અને હવે આજે તે કોરોના બાદ થનારી જટિલતા સામે ઝઝૂમી રહી છે. આવામાં કોરોના નેગેટિવ હોવા છતાં એક્ટ્રેસ સવિતા બજાજને બે વાર હૉસ્પીટલમાં ભરતી થવુ પડ્યુ હતુ. ઇલાજ દરમિયાન બચેલા પૈસા અને સેવિંગ્સ હતી તે તમામ હૉસ્પીટલના ભારે ભરખમ ખર્ચ પાછળ વપરાઇ ગઇ. હવે બૉલીવુડના અન્ય લોકો પાસે એક્ટ્રેસને પૈસા માંગવા પર મજબૂર થવુ પડ્યુ છે.
હૉસ્પીટલમાં ઇલાજ બાદ સિને એન્ડ ટેલિવિઝન આર્ટિસ્ટ એસોસિએશન (સિન્ટા)ની સબ્ય અને ફિલ્મ તથા ટીવી અભિનેત્રી નૂપુર અલંકાર તેની સારી રીતે દેખરેખ કરી રહી છે. તેને પોતાની બહેન જિજ્ઞસાના કાંદિવલી સ્થિત ઘરમાં લઇ આવી છે, અને અહીં આવ્યા બાદથી જ સવિતા બજાજ એકદમ ખુશ છે અને નૂપુર અને જિજ્ઞાસાને જ પોતાના પરિવાર માને છે.
આનંદ, નદિયા કેપાર, ચક્ર, નિશાંત, રૉકી, આહિસ્તા આહિસ્તા, ઉસીકી રોટી, જેવી તમામ ફિલ્મોમાં ખાસ ભૂમિકા નિભાવી ચૂકેલી સવિતા બજાજ પોતાની અસલી જિંદગીમાં એકલાપણા સામે ઝઝૂમી રહી છે. એકલપણાનુ દુઃખ સ્પષ્ટ રીતે તેના મોંઢા પરથી છલકી રહ્યું છે. એબીપી ન્યૂઝે જ્યારે સવિતા બજાજે પર્સનલી મુલાકાત કરી તો તેમનો પોતાની જિંદગીના સુનહરા સફર અને બાદમાં પૈદા થયેલી મુશ્કેલીઓને વર્ણવી, તેને સંઘર્ષની સ્થિતિ વિશે એબીપી ન્યૂઝને વિસ્તારથી વાત કરી હતી..
એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં સવિતા બજાજે પોતાના પારિવારિક જીવન વિશે કંઇક ખાસ ના કહ્યું, પરંતુ તેને કહ્યું કે, સંબંધીઓની વાત ના કરવામાં આવે તો સારુ છે. સવિતા બજાજે આગળ કહ્યું કે પોતાનાઓની પાસે વધારે પૈસા આવે છે તો તે આલિશાન ઘરે ખરીદે છે, મોટી મોટી ગાડીઓ ખરીદે છે, જરૂરિયાતમંદ સંબંધીઓની મદદ કોઇ નથી કરતુ. તે લોકોની વાત ના કરવામાં આવે તો સારુ છે. જ્યારે જરૂર પડે ત્યારે તે કોઇ જરૂરિયાતમંદોના કામમા નથી આવતા.
સવિતા બજાજ અનુસાર, તેના અમીર સંબંધીઓની કોઇ કમી નથી, કેટલાક નજીકના સંબંધીઓ દેશમાં અને વિદેશમાં પણ છે અને સારા પૈસા કમાઇ રહ્યાં છે. પણ મુસીબતના સમયમાં સવિતા બજાજની મદદ કરવા માટે કોઇ હાજર નથી થયુ. તે લાંબા સમયથી મુંબઇમાં એકલપણુ અને એકલી જિંદગી જીવી રહી છે. સવિતા બજાજ પોતાના કોઇ સંબંધીનુ નામ લઇને તેમને બદનામ કરવા નથી માંગતી, આ જ કારણે તેને કોઇ સંબંધીનુ નામ ના બતાવ્યુ અને આ વાત કહી હતી.
ફિલ્મ નદિયા કે પારની લીડ હિરોઇન સવિતા બજાજે તાજેતરમાં જ તેમની જિંદગી સાથે જોડાયેલા કેટલીક વાતોને શેર કરી હતી. આ એક્ટ્રેસની આર્થિક સ્થિતિ બિલકુલ સારી નથી. આ અદાકારાની આજે આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે, તેમની પાસે બીમારીનો ઇલાજ કરાવવાના પણ પૈસા નથી. આ મામલે તેમના કો સ્ટાર રહી ચૂકેલા સચિન પિલગાંવકર પોતાની પ્રતિક્રિયા આપી છે. સચિન પિલગાંવકરે કહ્યું કે, મારે માનવું છે કે, સેવિગ્સ ખૂબ જ જરૂરી છે. જિંદગીમાં દરેક લોકોએ સેવિગ્સ કરવું જોઇએ.
ફિલ્મ નદિયા કે પાર 1982માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મના હિરો હતા સચિન પિલગાંવકર અને તેની હિરોઇન હતી. ફિલ્મમાં તેની જોડીને ખૂબ જ પસંદ કરવામા આવી હતી. આ ફિલ્મ બાદ પણ સવિતા બજાજે ખૂબ કામ કર્યું અને ખૂબ પૈસા પણ કમાયા. જો કે તેમની બધી જ જમા પૂજી ખતમ થઇ ગઇ તો તે એક એક પેસા માટે આજે મોહતાજ થઇ ગઇ છે. આ મુદ્દે જ્યારે તેમના એક સમયે કો સ્ટાર રહેલા સચિન પિલગાંવકરને વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે, સેવિગ્સ ખૂબ જરૂરી છે કારણ કે સમયનો કોઇ ભરોસો નથી. સમય એક સમાન નથી રહતો. ખરાબ સમયમાં સેવિગ્સ જ રાહતરૂપ બને છે. જે ખરાબ સમયમાં કામ આવે છે.
આપને જણાવી દઇએ કે સવિતા બજાજે થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યુ આપ્યું હતું. જેમાં તેમણે તેમની પરિસ્થિતિ શેર કરતા કહ્યું હતું કે, તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે કારણ કે તેમની બધી જ જમા પૂજી ખતમ થઇ ગઇ છે. તેમણે કહ્યું કે,. CINTAAથી મદદ મળી છે પરંતુ તેને ઇલાજ માટે વધુ પૈસાની જરૂર છે.આ પહેલા શગુફ્તા અલીએ પણ આ પ્રકારની મદદ માંગી હતી. શગુફ્તા એક બેસ્ટ આર્ટિસ્ટ છે. જે નાના પડદાથી માંડીને મોટા પડદા સુધી ખૂબ કામ કરી ચૂકી છે. જો કે આજે તેની પણ આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે.