કરણે રેપિડ ફાયર રાઉન્ડમાં પ્રભાસને પૂછ્યું કે તે સેક્સ અને જમવામાંથી કોની પસંદગી કરશે. જેના પર પ્રભાસે કહ્યું કે હું જમવાનું વધુ પસંદ કરું છુ. રાજામૌલીએ કહ્યું કે, પ્રભાસનું હૈદરાબાદમાં એક ફાર્મહાઉસ છે અને આ ફાર્મ હાઉસમાં જમવાની અનેક ડિશ છે.
2/4
કરણ જૌહરે રાજામૌલીને પૂછ્યુ કે તે બાહુબલીની ફિલ્મ ફરીવાર બનાવે અને ફિલ્મમાં ક્યા બોલિવૂડ એક્ટર અને એક્ટ્રેસને લેવા માંગો છો. જેના પર રાજામૌલીએ કહ્યું કે, પ્રભાસ અને રાણાની જગ્યા કોઇ ના લઇ શકે પરંતુ તે એક્ટ્રેસ તરીકે દીપિકા પાદુકોણને લેવા માંગે છે.
3/4
મુંબઇઃ કરણ જૌહરના ટીવી ચેટ શો ‘કોફી વિથ કરણ 6’ માં બાહુબલીની ટીમ પહોંચી હતી. આ ટીવી શોમાં પ્રથમવાર કોઇ સાઉથ સ્ટાર પહોંચ્યા હતા. ફિલ્મ મેકર કમ હોસ્ટ કરણ જૌહરની સામે બાહુબલીની ટીમે અનેક રહસ્યો ખોલ્યા હતા. આ શોમાં બાહુબલી સ્ટાર પ્રભાસ અને ભલ્લાલદેવ ઉર્ફ રાણા દગ્ગુબાતી ફિલ્મના ડિરેક્ટર એસએસ રાજામૌલી સાથે કરણ જૌહરના શોમાં પહોંચ્યા હતા.
4/4
કરણે સ્વીકાર્યું હતું કે, આ ટીવી શોમાં પ્રભાસ, રાજામૌલીને લાવવા માટે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રાણાએ કરણને જણાવ્યું હતું કે, નિર્દેશક રાજામૌલી અને પ્રભાસ શોમાં ભાગ નહી લે. આ પાછળનું મોટુ કારણ એ છે કે બંન્ને ખૂબ શરમાળ છે. શોમાં રાણા દગ્ગુબાટી અને પ્રભાસે સ્વીકાર્યું હતું કે, તે હજુ પણ સિંગલ છે. પ્રભાસને અનુષ્કા શેટ્ટી સાથેના અફેરને લઇને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યુ કે, તે મારી સારી મિત્ર છે. અમે છેલ્લા આઠ વર્ષથી સારા મિત્રો છીએ. અનુષ્કા સાથે તે વારંવાર કામ કરવા માંગે છે.