હોલિવૂડની ‘ગોલ્ડન ગર્લ’ Betty Whiteનું નિધન, સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ
હોલિવૂડની જાણીતી એક્ટ્રેસ Betty Whiteનું 99 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. Betty Whiteનું શુક્રવારે 31 ડિસેમ્બરના રોજ અંતિમ શ્વાસ લીધા હતા
નવી દિલ્હીઃ હોલિવૂડની જાણીતી એક્ટ્રેસ Betty Whiteનું 99 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. Betty Whiteનું શુક્રવારે 31 ડિસેમ્બરના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. The Golden Girls અને The Mary Tyler Moore Show જેવા શોમાં કામ કરી ચૂકેલી Betty Whiteએ અમેરિકાની જનતાને સાત દાયકાઓ સુધી હસાવ્યા છે.
Betty Whiteએ હોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી લાંબા કરિયરને એન્જોય કર્યું છે. આ સાથે જ તેમનું નામ ઇતિહાસમાં દાખલ થઇ ગયું છે. Betty Whiteએ 1949માં પોતાના ટીવી કરિયરની શરૂઆત કરી હતી. તેમની અંતિમ ફિલ્મ ટોય સ્ટોરી 4 હતી. Betty Whiteએ 2019માં આવેલી આ એનિમેટેડ ફિલ્મમાં એક પાત્રને પોતાનો અવાજ આપ્યો હતો.
Betty White: First Lady Of Television — and our hearts. Rest in Peace ❤️ pic.twitter.com/AInUQ80HHn
— Netflix (@netflix) December 31, 2021
Betty Whiteના નિધનથી હોલિવૂડની ઇન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે. તેના એજન્ટ Jeff Witjasએ પીપલ મેગેઝીન સાથેની વાતચીતમાં કહ્યું કે Betty White ભલે 100 વર્ષની થવાની હતી પરંતુ મને લાગે છે કે તે હંમેશા જીવિત રહેશે. હું તેને ખૂબ મિસ કરીશ.
Betty White brought a smile to the lips of generations of Americans. She’s a cultural icon who will be sorely missed. Jill and I are thinking of her family and all those who loved her this New Year’s Eve.
— President Biden (@POTUS) December 31, 2021
Jeff Witjas અનુસાર Betty White પોતાનો 100મો જન્મદિવસ ઉજવવા માટે ઉત્સાહિત હતી પરંતુ તેમ થઇ શક્યું નહી. હોલિવૂડ સેલેબ્સ, રાષ્ટ્રપતિ જો બાઇડેન અને Betty Whiteના નજીકના લોકોએ સોશિયલ મીડિયા પર તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.