શોધખોળ કરો
Advertisement
બીજી વખત મા બનશે બોલિવૂડની આ એક્ટ્રેસ, ઇન્સ્ટાગ્રામ પર આપી જાણકારી
તાજેતરમાં જ તેણે પોતાના ફેન્સને પોતે પ્રેગનન્ટ હોવાની જાણકારી આપી હતી.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ લીઝા હેડનનું નામ ઇન્ડસ્ટ્રીની સૌથી ફિટ અને અટ્રેક્ટિવ મોમ્સ ગણાય છે. છેલ્લા ઘણા સમયથી તે બોલિવૂડથી દૂર છે. પરંતુ સોશિયલ મીડિયા મારફતે સતત પોતાના ફેન્સ સાથે ટચમાં રહે છે. તે સામાન્ય રીતે પોતાની રિયલ લાઇફની તસવીરો શેર કરતી રહે છે અને તાજેતરમાં જ તેણે પોતાના ફેન્સને પોતે પ્રેગનન્ટ હોવાની જાણકારી આપી હતી.
લીઝાએ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી જેમાં તે પાણીમાં પોતાના પતિ અને દીકરા સાથે જોવા મળી રહી છે. તેનો દીકરો જેક લાલવાની તેના પતિના ખોળામાં છે. લીઝા સ્વિમસૂટમાં જોવા મળી રહી છે અને તેનો બેબી બંપ સાફ દેખાઇ રહ્યો છે. તે સિવાય તેણે કેપ્શન સાથે આ વાતની પુષ્ટી કરી હતી.
તસવીર સાથે લીઝાએ લખ્યું કે, પાર્ટી ઓફ 4 ઓન ધ વે. ખાસ વાત એ છે કે તસવીરમાં ફક્ત 3 લોકો દેખાઇ રહ્યા છે. તેમ છતાં તેણે ચાર લોકોની પાર્ટી શરૂ થવાની એ વાત લખી છે તેનો સીધો અર્થ એ લગાવવામાં આવી રહ્યો છે કે લીઝા પ્રેગનન્ટ છે. લીઝા બીજી વખત મા બનશે. લીઝાએ વર્ષ 2016માં ઓક્ટોબરમાં ડિનો લાલવાની સાથે લગ્ન કર્યા હતા. મે 2017માં તેણે પોતાના પ્રથમ દીકરા જેકને જન્મ આપ્યો હતો.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion