Madhuri Dixit Photos: હવે માધુરી દિક્ષિત પહોંચી માલદીવના દરિયાકિનારે, શેર કરી આ શોર્ટ્સ ડેનિમ અને પ્રિન્ટેડ શર્ટ વાળી આ તસવીર
માધુરી દિક્ષિત (Madhuri Dixit)તસવીર માટે પૉઝ આપતા સમયે પોતાની મિલિયન ડૉલર સ્માઇલ પણ જોઇ શકાય છે. તેનુ બેકગ્રાઉન્ડ અને તેની આ તસવીર તેને વધુ ખાસ બનાવે છે. વાદળી આસમાન અને સમુદ્રની વાદળી પાણી આ તસવીરમાં ચાર ચાંદ લગાવી રહ્યું છે.
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ માધુરી દિક્ષિત (Madhuri Dixit) પણ વેકેશન સેલિબ્રેટ કરવા માલદીવ પહોંચી ગઇ છે. માધુરીએ થોડાક કલાક પહેલા જ પોતાના વેકેશન (Madhuri Holiday) દરમિયાનની એક તસવીર (Madhuri Vacation) શેર કરી છે, આ તસવીરમાં જોઇ શકાય છે કે માધુરી દિક્ષિતે પ્રિન્ટેડ શર્ટ અને ડેનિમ શોર્ટ્સ પહેરેલુ છે. આની સાથે જ તેને હેટ અને ચશ્મા પણ પહેરેલા છે.
માધુરી દિક્ષિત (Madhuri Dixit)તસવીર માટે પૉઝ આપતા સમયે પોતાની મિલિયન ડૉલર સ્માઇલ પણ જોઇ શકાય છે. તેનુ બેકગ્રાઉન્ડ અને તેની આ તસવીર તેને વધુ ખાસ બનાવે છે. વાદળી આસમાન અને સમુદ્રની વાદળી પાણી આ તસવીરમાં ચાર ચાંદ લગાવી રહ્યું છે. આ તસવીરને શેર કરતા માધુરી દિક્ષિતે એક સુંદર કેપ્શન પણ લખ્યુ છે. તેને ફેન્સને પોતાની સ્ટાઇલમાં હેલો કહ્યું છે.
ફરાહ ખાને કર્યુ સ્વાગત
માધુરીએ (Madhuri Enjoy Holiday) તસવીર શેર કરતા લખ્યું- હેલો ફ્રૉમ પેરાડાઇઝ.... માધુરીએ પોતાની પૉસ્ટ પર દિલવાળી ઇમૉજી પણ કોમેન્ટ કરી છે. વળી, ફિલ્મ મેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાને પણ માધુરીની આ તસવીર કૉમેન્ટ કરી છે. તેને લખ્યું- માલદીવમાં તુમ્હારા સ્વાગત હૈ મેડ્સ. ફરાહની આ કૉમેન્ટથી લાગે છે કે તે પણ માલદીવમાં છે.
માધુરી રમી વર્ચ્યૂઅલ હોળી
માલદીવ જતા પહેલા માધુરી દિક્ષિતે વર્ચ્યૂઅલ હોળી પણ રમી હતી. કોરોના વાયરસ મહામારીની વચ્ચે સોમવારે આખા દેશમાં હોળીનો તહેવાર મનાવવામાં આવ્યો હતો. જોકે, કેટલીય જગ્યાએ આના પર પ્રતિબંધ લગાવવામાં આવ્ય અને લોકોને પોતાના ઘરોમાં જ રહેવાની સલાહ આપવામાં આવી. માધુરીએ લોકોને સુરક્ષિત રહેવા માટે વર્ચ્યૂઅલ હોળી સેલિબ્રેશન રમવાની સલાહ આપી હતી.
લખ્યુ આ કેપ્શન
માધુરીએ પોતાના ફેન્સને હોળીની તસવીરો શેર કરતા કહ્યું- તેને પોતાના પતિ શ્રીરામ નેનેની સાથે હોળીની એક જુની તસવીર શેર કરી. આ તસવીરને શેર કરતા તેને લખ્યું- આ વર્ષ બહુજ અલગ છે, એટલા માટે હોળીનો તહેવાર વર્ચ્યૂઅલી સેલિબ્રેટ કરવા માટે મને જૉઇન કરો.