શોધખોળ કરો
મલાઈકા અરોરાએ 'અનારકલી ડિસ્કો ચલી' ગીત પર DIDમાં મારી એન્ટ્રી, વીડિયો વાયરલ
મલાઈકા અરોરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. જેમાં તે ડાન્સ કરતી જોવા મળે છે. ખૂબ થોડા સમયમાં જ મલાઈકાના આ વીડિયોએ ધમાલ મચાવી છે.

મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરાએ ટીવીના સૌથી જાણીતા શો ડાંસ ઈન્ડિયા ડાંસમાં જજ તરીકે એન્ટ્રી કરી હતી. મલાઈકા અરોરાની જજ તરીકેની એન્ટ્રી એટલી ધમાકેદાર હતી કે તેણે સોશિયલ મીડિયા પર કબ્જો કરી લીધો હતો. મલાઈકાએ અનારકલી ડિસ્કો ચલી ગીત પર ડાન્સ કરતા શોમાં જોરદાર એન્ટ્રી કરી હતી.
મલાઈકા અરોરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો છે. જેમાં તે ડાન્સ કરતી જોવા મળે છે. ખૂબ થોડા સમયમાં જ મલાઈકાના આ વીડિયોએ ધમાલ મચાવી છે.
વીડિયોમાં મલાઈકા બ્લૂ અને વ્હાઈટ ડ્રેસમાં અનારકલી ડિસ્કો ચલી પર જોરદાર ડાંસ કરતી જોવા મળે છે. આ વીડિયોમાં તેના ડાંસ સાથે તેની અદાઓ પણ ખૂબ જોરદાર છે. ફેન્સ મલાઈકાના આ વીડિયોને સોશિયલ મીડિયાના તમામ ફોર્મેટ પર શેર કરી રહ્યા છે. મલાઈકા અરોરાએ લખ્યું, આ શોને જજ કરવા માટે હું ઘણી ઉત્સાહીત છું.View this post on InstagramDance like no one is watching .... #did#danceindiadance #igotthemoves#letschaiyya
વધુ વાંચો





















