![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
26 વર્ષની આ એક્ટ્રેસ કરી ચૂકી છે 14-15 અફેર, દર વર્ષે બદલે છે બૉયફ્રેન્ડ ? નામ જાણીને ચોંકી જશે તમે.....
બિહારથી એકલી આવેલી આ યુવતીએ પોતાનો રસ્તો જાતે જ બનાવ્યો છે. મનિષા રાનીના અફેરનું લિસ્ટ ખુબ લાંબુ છે
![26 વર્ષની આ એક્ટ્રેસ કરી ચૂકી છે 14-15 અફેર, દર વર્ષે બદલે છે બૉયફ્રેન્ડ ? નામ જાણીને ચોંકી જશે તમે..... Manisha Rani Affairs And Relationship News Viral: Actress manisha rani had 15 affairs at the age of 26 changed her boyfriend every year 26 વર્ષની આ એક્ટ્રેસ કરી ચૂકી છે 14-15 અફેર, દર વર્ષે બદલે છે બૉયફ્રેન્ડ ? નામ જાણીને ચોંકી જશે તમે.....](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/27/8e5f60798154f58c70bd47b1aee7fb38171153904057377_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Manisha Rani Affairs: લોકોના જીવનમાં જીવનસાથીનું આવવું એક મોટી વાત માનવામાં આવે છે. લોકો તેમના સાચા પ્રેમની શોધ કરે છે અને ત્યાં જ અટકી જાય છે. પરંતુ જો તમને કહેવામાં આવે કે એક સુંદર મહિલા છે જેને 3-4 વખત નહીં પરંતુ 14-15 વખત પ્રેમ થયો છે, તો તમારી પ્રતિક્રિયા કેવી હશે ? જાણો આ હૉટ હસીના વિશે...
આ વાત સાચી છે અને અમે વાત કરી રહ્યા છીએ બિહારી બ્યૂટી ક્વિન મનિષા રાનીની. ડાન્સ રિયાલિટી શો જીત્યા બાદ તેને કોઈ ઓળખાણની જરૂર નથી અને હવે બધા તેનું નામ જાણે છે.
બિહારથી એકલી આવેલી આ યુવતીએ પોતાનો રસ્તો જાતે જ બનાવ્યો છે. મનિષા રાનીના અફેરનું લિસ્ટ ખુબ લાંબુ છે અને તેના પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે.
26 વર્ષની છે મનિષા રાની -
મનિષા રાની માત્ર 26 વર્ષની છે. જો આ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો દર વર્ષે તેના એક કરતાં વધુ અફેર રહ્યાં છે. તેના ચાહકો એ જાણીને દંગ રહી ગયા કે 26 વર્ષની ઉંમરે તેના એક ડઝનથી વધુ અફેર રહ્યા છે.
મનિષાએ કહ્યું હતું કે મનિષા રાની આમાંથી 2 છોકરાઓ સાથે સીરિયસ રિલેશનશીપમાં હતી પરંતુ સામાન્ય રીતે 14-15 છોકરાઓ સાથે અફેરમાં રહી ચૂકી છે. એક ઈન્ટરવ્યુમાં તેણે પોતે કહ્યું હતું કે તે વર્ષ 2020થી કોઈ રિલેશનશિપમાં નથી. બિગ બોસ ઓટીટીમાં આવીને તેણે દરવાજો ખટખટાવ્યો હતો પછી તો ધમાકો જ કરી દીધો હતો.
ઝલક દિખલા જા 11
મનિષા રાનીએ તાજેતરમાં જ ઝલક દિખલા જા સીઝન 11 જીતી હતી અને ત્યારથી તે સમાચારોમાં છે. તેને કામની ઓફર પણ સતત મળી રહી છે. હવે તે કયા પ્રોજેક્ટનો હિસ્સો બને છે તે જોવું રહ્યું. ઝલક દિખલા જામાં તેણે ઘણા દિગ્ગજોને હરાવીને આ ટ્રોફી હાંસલ કરી છે. જોકે, મનીષા રાનીના ચાહકો તેને ફિલ્મોમાં પણ જોવા માટે ખૂબ જ ઉત્સુક છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
-
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)