કેટરીના અને વિક્કી કૌશલ આજે કેટલા વાગે લેશે સાત ફેરા, નક્કી થયો સમય, જાણો વિગતે
બન્નેના લગ્ન રાજસ્થાનના 700 વર્ષ જૂના સિક્સ સેન્સ ફોર્ટમાં થશે. આની શરૂઆત લગ્નોત્સવ 7 ડિસેમ્બરથી થઇ ગઇ છે
![કેટરીના અને વિક્કી કૌશલ આજે કેટલા વાગે લેશે સાત ફેરા, નક્કી થયો સમય, જાણો વિગતે marriage ceremony : know which time katrina kaif and vicky kaushal will bound in wedlock at today કેટરીના અને વિક્કી કૌશલ આજે કેટલા વાગે લેશે સાત ફેરા, નક્કી થયો સમય, જાણો વિગતે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/08/f2f4d29ead5f79b4cff7357c050f5e5e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Katrina -Vicky Wedding: આજે કેટરીના કૈફ અને વિક્કી કૌશલ લગ્નના બંધનમાં બંધાઇ જશે. આ કપલના લગ્ન એકદમ સિક્રેટ રાખવામાં આવ્યા છે, આમંત્રિત મહેમાનોનુ લિસ્ટ પણ મર્યાદિત રાખવામાં આવ્યુ છે. જોકે આ બધાની વચ્ચે એક વાત સામે આવી છે કે આજે બપોરના સમયે વિક્કી કૌશલ અને કેટરીના કૈફ લગ્નગ્રંથીથી જોડાઇ જશે. જાણો શું છે સમય.......
આજે કેટ-વિક્કી બંધાશે લગ્નનાં બંધનમાં, ક્યારે લેશે સાત ફેરા ? જાણો
લગ્નને લઇને સમાચાર મળી રહ્યાં છે કે વિક્કી કૌશલ અને કેટરીના કૈફ આજે લગ્નગ્રંથીથી જોડાઇ જશે, અને આ બન્ને એક ખાસ સમયે લગ્નના સાત ફેરા ફરશે. કહેવાઇ રહ્યું છે કે, વિક્કી- કેટ આજે બપોરે ઠીક 3:30 થી 3:45 ની વચ્ચે સાત ફેરા ફરશે અને લગ્નના બંધનમાં બંધાઇ જશે.
બન્નેના લગ્ન રાજસ્થાનના 700 વર્ષ જૂના સિક્સ સેન્સ ફોર્ટમાં થશે. આની શરૂઆત લગ્નોત્સવ 7 ડિસેમ્બરથી થઇ ગઇ છે અને 9 ડિસેમ્બર સુધી ચાલશે. કપલના લગ્નમાં 200 મહેમાનો આવવાની અટકળો સામે આવી છે. આ બધાની વચ્ચે સલમાન ખાનની હાજરીને લઇને હવે મોટુ અપડેટ સામે આવ્યુ છે, સલમાન કેટરીના અને વિક્કીના લગ્નમાં નહીં જાય.
ફોન લઇ જવા પર કેમ છે મનાઇ
ખાસ વાત છે કે વિક્કી કૌશલ અને કેટરીના કૈફના લગ્નમાં જે પણ મહેમાન આવવાના છે, તે તમામને નૉ ફોન પૉલીસીનુ પાલન કરવાનુ છે, એટલે કે ફોન લઇ જવા પર મનાઇ રાખવામાં આવી છે. રિપોર્ટ છે કે, આવુ એટલા માટે કરવામાં આવ્યુ છે કે વિક્કી કૌશલ અને કેટરીના કૈફ પોતાના લગ્નની તસવીરો અને વીડિયો વેચવાના છે.
પિન્કવિલાના રિપોર્ટ અનુસાર, સલમાન ખાનના બૉડીગાર્ડ શેરની સિક્યૂરિટી એજન્સી ટાઇગર સિક્યૂરિટી લગ્નમાં સિક્સ સેન્સસ ફોર્ટ પર સુરક્ષા પુરી પાડશે. દિલચસ્પ એ છે કે બન્નેના લગ્નને લઇને #Vickat હેશટેગ પણ ટ્રેન્ડ કરાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે કેટરીના કૈફ અને સલમાન ખાન સારા મિત્રો છે, અને સલમાન પોતાની ફિલ્મ માટે પણ હંમેશા કેટરીનાને જ પહેલી અપ્રૉચ કરે છે. અગાઉ બન્ને વચ્ચેના અફેરનની પર ચર્ચાઓ સામે આવી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)