નિહારિકાએ તેનાં કથિત એક્સ બોયફ્રેન્ડ નવાઝુદ્દીન સિદ્દીકી પર પણ આરોપ લગાવ્યો હતો જેમાં તેણે કહ્યું કે, 'મિસ લવલી'નાં સેટ પર નવાઝને મળી હતી. 'એક સવારે જ્યારે હું ઘરે પરત આવી તો નવાઝ રાતઆખી જાગીને શૂટિંગ કરીને પરત ફર્યો હતો. તે મારા ઘરની આસપાસ હતો. મે તેમને બ્રેફાસ્ટ માટે ઘરે બોલાવ્યા તો તેમણે મને ગેટ પર જ પકડી લીધી હતી. મે તેમનાંથી દૂર થવાનો પ્રયાસ કર્યો પણ તેમણે મને દૂર ન થવા દિધી. થોડી મહેનત બાદ હું દૂર થઇ. હું તે સંબંધ અંગે ક્યારેય કંઇ નિર્ણય લઇ શકી ન હતી.
2/4
નિહારિકાએ કહ્યું કે, કેવી રીતે તેને પહેલી ફિલ્મ ઓફર થઇ હતી. તેણે લખ્યુ છે કે, 'ભૂષણ કુમારે મને તેની ઓફિસે બોલાવી અને મને 'અ ન્યૂ લવ સ્ટોરી' માટે સાઇન કરી હતી' તેમણે કવર આપ્યું જેમાં બે નોટ હતી. બાદમાં રાત્રે તેમણે મને મેસેજ કર્યો કે, હું તારા વિશે વધુ જાણવા ઇચ્છુ છુ સાથે કેટલોક સમય સાથે પસાર કરીએ. નિહારિકાએ લખ્યુ, 'જરૂર ડબલ ડેટ પર જઇએ. આપ આપની પત્નીને લઇને આવો અને હું મારા બોયફ્રેન્ડ ને.' ત્યારબાદ ભૂષણ કૂમારનો કોઇ જવાબ ન આવ્યો.
3/4
મુંબઇ:Metoo કેમ્પેઈના કારણે બોલિવૂડના અનેક દિગ્ગજો નામ સામે આવ્યા છે. ત્યારે કામ આપવા અને સંબંધોનાં નામે છેડતી કે યોન શોષણનો વધુ એક કિસ્સો સામ આવ્યો છે. હવે એકટ્રેસ નિહારિકા સિંહે તેની Mee Too સ્ટોરી શેર કરી છે.
4/4
નિહારિકાએ તેનાં કથિત એક્સ બોયફ્રેન્ડ નવાઝુદ્દીન સિદ્દીકી, નિર્માતા ભૂષણ કુમાર અને સાજિદ ખાન પર આ ગંભીર આરોપ લગાવ્યો છે. પત્રકાર સંધ્યા મેનને એક બાદ એક ઘણી ટ્વિટ કરી જેમાં તેમણે નિહારિકાની MeToo સ્ટોરી શેર કરી છે. નિહારિકા વર્ષ 2005માં મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતી હતી.