પ્રિયંકા જોની ગદ્દાર, લવ સેક્સ ઔર ધોખા, ગુઝારિશ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. પ્રિયંકાએ અનુરાગ કશ્યપ અને સૌમિક સેન પર પણ દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો છે.
2/4
મુંબઈ: #MeToo કેમ્પેઈન અંતર્ગત બોલીવૂડના ઘણા દિગ્ગજ લોકોના નામ સામે આવ્યા છે. આ કેમ્પેઈનમાં દરરોજ એક નવા-નવા ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. વધુ એક અભિનેત્રીએ પોતાની સ્ટોરી શેર કરી છે. પ્રિયંકા બોસે સાજિદ ખાન પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. આ પહેલા પાંચ મહિલાઓ સાજિદ ખાન પર જાતીય શોષણનો આરોપ લગાવી ચૂકી છે.
3/4
સાજિદ ખાન પર અત્યાર સુધીમાં કુલ છ મહિલાઓએ આરોપ લગાવ્યા છે. તેની એક્સ આસિસ્ટંટ ડિરેક્ટરે પણ સાજિદ ખાન પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો.
4/4
પ્રિયંકા બોસે કહ્યું, સાજિદ ખાને મને ઓડિશન માટે બોલાવી અને મારી સામે સોફા પર બેસી પોતાના અંગો દબાવવા લાગ્યો હતો. મને મેસેજ કર્યો હતો કે તમારે બિકિનીમાં કમ્ફર્ટેબલ થવું પડશે. હું પ્રોફેશનલ કમિટમેન્ટ પ્રમાણે ઓડિશનમાં બિકિની સાથે લઇને ગઇ હતી. મને બિકિનીમાં જોઇને કહ્યું કે, જો હું તને જોઇને એક્સાઇટ નથી થઇ રહ્યો તો ઓડિશન કઈ રીતે થશે. ત્યારબાદ હું ત્યાંથી નીકળી ગઈ અને રડતા રડતા ઘરે પહોંચી હતી.