શોધખોળ કરો
Advertisement
#MeToo: મહિલા સિંગરનો અનુ મલિક પર આરોપ, Kiss ના બદલામાં કામ આપવાનું આપ્યું હતું વચન
મુંબઇઃ #MeTooના લપેટમાં જાણીતા મ્યૂઝિક કંમ્પોઝર અનુ મલિકનું નામ પણ સામે આવ્યું છે. જાણીતા પ્લે બેક સિંગર શ્વેતા પંડિતે જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે જ્યારે તે 15 વર્ષની હતી ત્યારે અનુ મલિકે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં તેનું હેરેસમેન્ટ કર્યું હતું.
શ્વેતાએ ટ્વિટર પર પોસ્ટ મારફતે પોતાની આપવીતી વર્ણવી હતી. તેણે લખ્યું કે, આ વર્ષ 2000ની વાત છે જ્યારે હું ફિલ્મ મોહબ્બતેમાં લીડ સિંગર તરીકે લોન્ચ થઇ હતી. મને અનુ મલિકના તે સમયે મેનેજર રહેલા મુસ્તફાએ ફોન કર્યો હતો. મને અંધેરીના એમ્પાયર સ્ટુડિયોમાં બોલાવવામાં આવી હતી.
તેણે લખ્યું કે જ્યારે હું અને મારી મમ્મી સ્ટુડિયોમાં પહોંચ્યા ત્યારે તે ફિલ્મ આવારા પાગલ દિવાના માટે શઆન અને સુનિધીના સાથે ગ્રુપમાં સોંગની રેકોર્ડિંગ કરી રહ્યા હતા. મને મ્યૂઝિક વિના ગાવાનું કહેવામાં આવ્યું. ત્યારે મે હર દિલ જો પ્યાર કરેગા સોંગ ગાયું. તેના જવાબમાં અનુ મલિકે કહ્યું કે, હું તને આ ગીત સુનિધિ અને શાન સાથે આપીશ પરંતુ આ માટે તારે મને હાલમાં કિસ કરવી પડશે. હું શોક્ડ થઇ રહી ગઇ.
શ્વેતાએ લખ્યું કે, ત્યારે હું 15 વર્ષની હતી અને સ્કૂલ જતી હતી. હું તેમને અનુ અંકલ કહેતી હતી. તે મારા પરિવારને જાણતા હતા. તે મારા પિતાને ભાઇ કહેતા હતા. શું કોઇ પોતાના ભાઇની દીકરી પાસે આવી ડિમાન્ડ કરે. તેમની બે જવાન દીકરીઓ છે. તે મારી લાઇફનો સૌથી ખરાબ હતો. હું અનેક મહિનાઓ સુધી તણાવમાં રહી હતી. અનુ મલિક પર આરોપ લગાવતા શ્વેતાએ કહ્યું કે, મને વિશ્વાસ છે કે તેમણે અનેક સિંગર્સનું શોષણ કર્યું હશે. હું તે સિંગર્સને અપીલ કરું છે કે તે અનુ મલિક વિરુદ્ધ પોતાની વ્યથા વર્ણવે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
ખેતીવાડી
Advertisement
gujarati.abplive.com
Opinion