શોધખોળ કરો
Advertisement
Mirzapur 2 Cast Full List : ‘મિર્ઝાપુર-2’માં જોવા મળશે આ ચેહરાઓ, જાણો તેમના વિશે
એમેઝોન પ્રાઈમ વીડિયોની લોકપ્રિય વેબ સીરીઝ મિર્ઝાપુર (Mirzapur)ની બીજો ભાગ 23 ઓક્ટોબરે રિલીઝ થઈ રહ્યો છે.
મુંબઈ: છેલ્લા ઘણા સમયથી દર્શકો જે વેબ સિરીઝની રાહ જોઈ રહ્યા છે તે એમેઝોન પ્રાઈમ વીડિયોની લોકપ્રિય વેબ સીરીઝ મિર્ઝાપુર (Mirzapur)ની બીજો ભાગ 23 ઓક્ટોબરે રિલીઝ થઈ રહ્યો છે. આ વખતે મિર્ઝાપુર-2 (Mirzapur 2)માં કેટલાક નવા ચેહરા જોવા મળશે. જાણો કોણ છે મિર્ઝાપુર-2ના ટોપ એક્ટર્સ.
પંકજ ત્રિપાઠી
'જો આયા હૈ વો જાયેગા ભી, બસ મર્જી હમારી હોગી...મિર્ઝાપુરમાં પંકજ ત્રિપાઠીએ કાલીન ભૈયાનું પાત્ર ભજવ્યું છે. પંકજ ત્રિપાઠી ખૂબ જ શાનદાર એક્ટર છે. તેમના અભિનયના ખૂબ જ વખાણ કરવામાં આવી રહ્યા છે. પંકજ ત્રિપાઠીએ સફળ ફિલ્મી કેરિયરમાં ઘણા દમદાર રોલ કર્યા છે. મિર્ઝાપુરમાં ભજવેલા રોલથી તેમને જબરજસ્ત લોકપ્રિયતા મળી છે.
દિવ્યેન્દુ શર્મા
મિર્ઝાપુરમાં તે મુન્ના ત્રિપાઠીનું પાત્ર ભજવી રહ્યો છે. મિર્ઝાપુરમાં દિવ્યેન્દુ શર્માનો રોલ ખૂબ જ શાનદાર છે. દર્શકોને પણ આ પાત્ર ખુબજ પસંદ છે. દિવ્યેન્દુએ પ્યાર કા પંચનામા અને ટોયલેટ: એક પ્રેમ કથામાં કામ કર્યું છે. એમેઝોન પ્રાઇમ વીડિયો સીરીઝ મિર્ઝાપુરમાં મુન્ના ત્રિપાઠીની તેની ભૂમિકાની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે.
અલી ફઝલ
અલી ફઝલ એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. સીઝન2માં અલી ફઝલની શાનદાર કમબેક અને બદલાની સ્ટોરી જોવા મળશે. અલી ભારતીય અભિનેતા અને મોડલ છે. બોલીવૂડમાં ડેબ્યૂ કરતા પેહેલા અલી એક અમેરિકન ફિલ્મ ધ અધર લેન્ડ ઓફ ધ લાઈનમાં એક નાનકડા રોલમાં જોવા મળ્યો હતો.
પ્રિયાંશુ પેનયુલી
મિર્ઝાપુર-2 માં પ્રિયાંશુ પેનયુલી (Priyanshu Painyuli)ની નવી એન્ટ્રી છે. તે તાજેતરમાં જ નેટફ્લિક્સ પર આવેલી આઈ ક્રિસ હેમ્સવર્થ અને એક્સટ્રેક્શનનો હિસ્સો બની હતી. તેમાં તેણે વિલનની ભૂમિકા ભજવી હતી.
ઈશા તલવાર
ફિલ્મ ‘આર્ટિકલ 15’ ફેમ ઈશા તલવાર પણ મિર્ઝાપૂર-2મા નજર આવશે. ઈશા થોડા સમય પહેલા જ રિલીઝ થયેલી નેટફ્લિક્સન ફિલ્મ ‘કામયાબ’માં પણ નજર આવી હતી.
નવી સીઝનમાં કેટલાક રસપ્રદ ઉમેરો પણ થયા છે, જેમાં વિજય વર્મા, પ્રિયાંશુ પેનયુલી અને ઇશા તલવાર કાસ્ટમાં જોડાયા છે. સીઝન 2નું દિગ્દર્શન ગુરમીત સિંહ અને મિહિર દેસાઇએ કર્યું છે. આ સીઝનમાં ગુડ્ડુ ભૈયાનું શાનદાર કમબેક દેખાડવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion