આ ઘટના બાદ કરણસિંહે અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ ચારે આરોપી સંજય વર્પે(40), નિવરીતી યાદવ(38), સંતોષ શિવકર(34), ઇશ્વર સિંધે(22)ની શુક્રવારે ધરપકડ કરી હતી.
2/5
એક્ટર કરણ સિંહે ફરિયાદમાં કહ્યું કે, અજય શર્માએ મોરાદાબાદ ઉત્તરપ્રદેશની મોર્ડન પબ્લિક સ્કૂલના ચિલ્ડ્રન્સ ડે પ્રોગ્રામમાં એક્ટર માટે 16 ઓક્ટોબરે મારો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ મે બોલિવૂડ મેનેજરનો સંપર્ક કર્યો હતો અને તેણે પ્રોગ્રામ અટેન્ડ કરવાના 5 લાખ માંગ્યા હતા. કરણસિંહે કહ્યું મારા કમિશનના એક લાખ રૂપિયા સહિત શર્માએ મારા એકાઉન્ટમાં 6 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
3/5
પોલીસ અધિકારીએ જણવ્યું કે, 15 નવેમ્બરે એક ક્લાયન્ટે પ્રોજેક્ટના કામના બહાને ફોન કરી કરણ સિંહને રાતે અંધેરીમા ઇન્ફિનિટી મોલ પાસે તેને બોલાવ્યો અને તેને જબરજસ્તી કારમાં બેસાડી દીધો હતો. જે કારમાં બેસાડ્યો તેમાં અગાઉથીજ ચાર લોકો હતા. તેઓએ બોલિવૂડ એક્ટરે ઇવેન્ટ કેન્સલ કરી હતી તેને લઈને રિટર્ન 10 લાખ માંગ્યા હતા અને નહીં આપે તો મારી નાખવાની ધમકી આપી હતી.
4/5
મુંબઈ: ટીવી એક્ટર કરણસિંહ પાસે લાખોની ખંડણી માગવાના આરોપમાં અંબોલી પોલીસે શુક્રવારે ચાર યુવકોની ધરપકડ કરી છે. આ ચાર શખ્સોએ ટીવી એક્ટર કરણ સિંહને ટીવી સીરિયલમાં કામના બહાને બોલાવી તેની પાસે લાખોની ખંડણી માંગી હતી અને નહીં આપવા પર તેને ધમકી પણ આપી હતી. જેને લઈમે કરણે પોલીસ ફરિયાદ કરી હતી.
5/5
કરણ સિંહે કહ્યું કે, ઇવેન્ટના એક દિવસ પહેલા બોલિવૂડ એક્ટરના મેનેજરે જણાવ્યું કે અંગત કારણોસર 14 તારીખે તે ઇવેન્ટમાં નહીં પહોંચી શકે. કરણસિંહે કહ્યું હું એક્ટરની લિગલ ટીમને મળ્યો અને તેઓને આપેલા પાંચ લાખ રૂપિયા રિટર્ન માંગ્યા ત્યારે તેઓએ પાછા આપવાની ના પાડી દીધી.