શોધખોળ કરો
Advertisement
યશ રાજ ફિલ્મ્સ સામે નોંધાઈ FIR, કલાકારોના 100 કરોડ રૂપિયા ચાંઉ કરવાનો આરોપ
ધ ઈન્ડિયન પર્ફોમિંગ રાઈટ્સ સોસાયટી (IPRS)એ આ કેસ દાખલ કરાવ્યો છે. આ સંસ્થા ગીતકાર, સંગીતકાર, ગાયક અને સંગીત નિર્માતાનું પ્રતિનિધિત્વ કરે છે.
મુંબઈઃ બોલીવુડ પ્રોડક્સન હાઉસ યથ રાજ ફિલ્મસની મુશ્કેલી વધતી નજરે પડી રહી છે. મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફેંસ વિંગે યશરાજ ફિલ્મ્સ સામે 100 કરોડ રૂપિયા ચાંઉ કરી જવાના આરોપમાં ફરિયાદ નોંધી છે. આ કેસ ગીતકાર, સંગીતકાર, ગાયક અને સંગીત નિર્માતા સંબંધિત છે.
ધ ઈન્ડિયન પર્ફોમિંગ રાઈટ્સ સોસાયટી (IPRS)એ આ કેસ દાખલ કરાવ્યો છે. આ સંસ્થા ગીતકાર, સંગીતકાર, ગાયક અને સંગીત નિર્માતાનું પ્રતિનિધિત્વ કરે છે. ફરિયાદ મુજબ યશ રાજ ફિલ્મ્સે આર્ટિસ્ટો પાસે જબરદસ્તીથી નકલી કોન્ટ્રાક્ટ સાઇન કરાવ્યા હતાઅને તેની રોયલ્ટી પણ લઈ રહ્યા છે. જ્યારે આ રોયલ્ટી સાથે તેમને કોઇ લેવા-દેવા નથી.
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, પ્રોડક્શન હાઉસ મ્યૂઝિક કંપોઝર, આર્ટિસ્ટના આધારે રોયલ્ટી ન લઈ શકે. કારણકે તેના પર પ્રથમ હક IPRSનો છે. હાલ પોલીસે પ્રારંભિક તપાસ અને પૂરાવાના આધારે કેસ દાખલ કર્યો છે. પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ, અમે કેસ દાખલ કરી દીધો છે. આગળની તપાસ પણ શરૂ કરી દીધી છે અને જરૂર પડવા પર પૂછપરછ માટે આરોપીઓને બોલાવવામાં આવશે. આ ઉપરાંત મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેંસ વિંગ અન્ય કેટલાક પ્રોડક્શન હાઉસની પણ તપાસ કરી રહી છે. આ પ્રકારની ગતિવિધિઓમાં સામેલ હશે તો તેમના પર પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે. પોલીસે આઈપીસીની કલમ 409 અને 34 ઉપરાંત કોપીરાઇટ એક્ટ અંતર્ગત FIR દાખલ કરી છે. FIRમાં યશ રાજ ફિલ્મસના ડાયરેક્ટર આદિત્ય અને ઉદય ચોપડાનું નામ છે. હ્યુન્ડાઈએ 16,000થી વધુ ગ્રેંડ i10 અને એક્સેંટ પરત ખેંચી, જાણો શું છે ખામી ફોર્ચુનના ‘બિઝનેસ પર્સન ઓફ ધ યર’ના લિસ્ટમાં ત્રણ ભારતીય, માઇક્રોસોફ્ટના સત્યા નડેલા ટોપ પર સહારાના રણ કે આઈસલેન્ડના બરફ પર પણ જીતી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણે આપ્યું આવું નિવેદન ને બીજું શું કહ્યુંMumbai Police has registered an FIR against Yash Raj Films (YRF) on charges of collecting approximately Rs 100 crore from music royalties of members of Indian Performing Rights Society (IPRS) in unauthorised manner.
— ANI (@ANI) November 20, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement