શોધખોળ કરો
સહારાના રણ કે આઈસલેન્ડના બરફ પર પણ જીતી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણે આપ્યું આવું નિવેદન ને બીજું શું કહ્યું
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડનમાં ગુલાબી બોલથી ડે-નાઇટ ટેસ્ટ મેચ રમાશે. બંને દેશો પ્રથમ વખત ડે-નાઇટ ટેસ્ટ મેચ રમશે.
![સહારાના રણ કે આઈસલેન્ડના બરફ પર પણ જીતી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણે આપ્યું આવું નિવેદન ને બીજું શું કહ્યું Team India former captain Sunil Gavaskar said India can win on the snow in Iceland or sand in the Sahara desert સહારાના રણ કે આઈસલેન્ડના બરફ પર પણ જીતી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણે આપ્યું આવું નિવેદન ને બીજું શું કહ્યું](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/20180013/team-india.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડનમાં ગુલાબી બોલથી ડે-નાઇટ ટેસ્ટ મેચ રમાશે. બંને દેશો પ્રથમ વખત ડે-નાઇટ ટેસ્ટ મેચ રમશે. ગુલાબી બોલ વધારે સ્વિંગ થશે અને તેના કારણે બેટ્સમેનોને વધારે પરેશાની થશે. પરંતુ આ દરમિયાન ભારતના પૂર્વ કેપ્ટન અને મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરે મોટું નિવેદન આપ્યું છે.
ગાવસ્કરે ન્યૂઝ એજન્સી એએફપીને કહ્યું કે, ભારતની આ ટીમ ભવ્ય છે. જે કોઈપણ જગ્યાએ જીતી શકે છે. જો તેઓ આઇસલેન્ડના બરફ પર અથવા સહારાના રણમાં રેતી પર રમી રહ્યા હોય તો પણ જીતી શકે છે. તેથી ખેલાડીઓ પહેલા ગુલાબી બોલથી રમ્યા હતા કે નહીં તે મહત્વનું નથી.
જ્યારે ડે-નાઇટ ક્રિકેટની શરૂઆત થઈ હતી ત્યારે તે સફળ થશે તેમ કહેવું મુશ્કેલ હતું પરંતુ હાલ તેમાં બધા રસ લેતા જોવા મળી રહ્યા છે. જેને જોતાં પિક બોલર ક્રિકેટ પણ સફળ થશે તેમાં કોઈ શંકા નથી. પિંક બોલના આંકડા ટેસ્ટ ક્રિકેટમાં ઉપયોગમાં લેવાતી રેડ બોલથી અલગ હશે.
પિંક બોલ ક્રિકેટ ઘણું રોમાંચક થનારું છે. જો બેટ્સમેનની નજરથી જોઈએ તો પિંક બોલ જૂનો થયા બાદ રમવો બેટ્સમેનો માટે એક ચેલેન્જ હશે. જો બોલ વધારે સ્વિંગ નહીં થાય તો બોલર માટે પણ ચેલેન્જ હશે.
રાજ્યસભામાં સીટ બદલાવાથી ભડક્યા સંજય રાઉત, સભાપતિને પત્ર લખી કહી આ વાત
વિરાટ કોહલીએ ધોની સાથેની જૂની તસવીર કરી શેર, કહી આ મોટી વાત
શરદ પવાર સાથે મીટિંગ બાદ માન્યા સોનિયા ગાંધી, શિવસેના સાથે ગઠબંધનને આપી લીલી ઝંડી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)