શોધખોળ કરો
Advertisement
ફોર્ચુનના ‘બિઝનેસ પર્સન ઓફ ધ યર’ના લિસ્ટમાં ત્રણ ભારતીય, માઇક્રોસોફ્ટના સત્યા નડેલા ટોપ પર
ફોર્ચુને લિસ્ટ કરતી વખતે નાણાકીય ક્ષેત્રોને પણ ધ્યાનમાં રાખ્યા છે. નડેલા અંગે ફોર્ચુને લખ્યું કે, 2014માં જ્યારે તેમણે કંપનીની કમાન સંભાળી ત્યારે ન તો તેઓ બિલ ગેટ્સ જેવા સંસ્થાપક હતા કે ન તો તેમની પાસે સ્ટીવ બામર જેવું પ્રભાવશાળી વ્યક્તિત્વ.
ન્યૂયોર્કઃ ફોર્ચુનની 2019ની બિઝનેસ પર્સન ઓફ ધ યર લિસ્ટમાં ભારતીય મૂળના ત્રણ લોકોને સ્થાન મળ્યું છે. જેમાં માઇક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા, માસ્ટર કાર્ડના સીઈઓ અજય બંગા અને અરિસ્ટાના પ્રમુખ જયશ્રી ઉલ્લાલ સામેલ છે. આ લિસ્ટમાં નડેલા પ્રથમ, અજય બંગા આઠમા અને જયશ્રી ઉલ્લાલ 18મા સ્થાન પર છે.
ફોર્ચૂને લિસ્ટ કરતી વખતે નાણાકીય ક્ષેત્રોને પણ ધ્યાનમાં રાખ્યા છે. જેમાં શેરધારકોને રિટર્નથી લઈ મૂડી પર રિટર્ન સામેલ છે. નડેલા અંગે ફોર્ચુને લખ્યું કે, 2014માં જ્યારે તેમણે કંપનીની કમાન સંભાળી ત્યારે ન તો તેઓ બિલ ગેટ્સ જેવા સંસ્થાપક હતા કે ન તો તેમની પાસે સ્ટીવ બામર જેવું પ્રભાવશાળી વ્યક્તિત્વ.
આ લિસ્ટમાં પર્થની કંપની ફોર્ટેસક્યૂમાં મેટલ્સ ગ્રુપની એલિઝાબેશ ગેન્સ બીજા સ્થાન પર અને પ્યૂમાના સીઓ બ્યોર્ન ગુલ્ડન પાંચમા સ્થાન પર છે. જેપી મોર્ગન ચેઝના સીઈઓ જેમી ડિમોન દસમા, એક્સેચેન્જરના સીઈઓ જૂલી સ્વીટ 15મા અને અલીબાબાના સીઈઓ ડેનિયલ ઝાંગ 16માં સ્થાન પર છે.
શરદ પવાર સાથે મીટિંગ બાદ માન્યા સોનિયા ગાંધી, શિવસેના સાથે ગઠબંધનને આપી લીલી ઝંડી
વિરાટ કોહલીને 2019માં મળ્યો આ ખાસ એવોર્ડ, જે પહેલા મળી ચુક્યો છે તેની પત્ની અનુષ્કાને, જાણો વિગત
સહારાના રણ કે આઈસલેન્ડના બરફ પર પણ જીતી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણે આપ્યું આવું નિવેદન ને બીજું શું કહ્યું
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement