Naga-Sobhita engagement First Pic: નાગા ચૈતન્ય-શોભિતા ધુલિપાલાએ કરી સગાઇ, પિતા નાગાર્જૂને કપલની પહેલી તસવીર કરી શેર
Naga-Sobhita engagement First Pic: તેલુગુ અભિનેતા નાગા ચૈતન્યએ 'મેડ ઈન હેવન' સ્ટાર એક્ટ્રેસ શોભિતા ધુલીપાલા સાથે સગાઈ કરી લીધી છે
Naga-Sobhita engagement First Pic: તેલુગુ અભિનેતા નાગા ચૈતન્યએ 'મેડ ઈન હેવન' સ્ટાર એક્ટ્રેસ શોભિતા ધુલીપાલા સાથે સગાઈ કરી લીધી છે. ચૈતન્યના પિતા અને સુપરસ્ટાર નાગાર્જૂને દંપતીની સગાઈની પ્રથમ તસવીરો શેર કરીને નાગા અને શોભિતાની સગાઈની જાહેરાત કરી છે.
પિતા નાગાર્જૂને તસવીરો શેર કરીને દીકરાની સગાઇની કરી જાહેરાત
સુપરસ્ટાર નાગાર્જૂને તેમના X એકાઉન્ટ પર તેમના પુત્ર નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાની તસવીરો શેર કરીને દંપતીની સગાઈની જાહેરાત કરી છે. દંપતીનો ફોટો શેર કરતા નાગાર્જૂને લખ્યું, ''અમે અમારા પુત્ર નાગા ચૈતન્યની સગાઈ શોભિતા ધુલીપાલા સાથે જાહેર કરતાં ખુશ છીએ, જે આજે સવારે 9:42 વાગ્યે થઈ હતી!! અમને અમારા પરિવારમાં તેમનું સ્વાગત કરતાં આનંદ થાય છે. સુખી દંપતીને અભિનંદન અને તેમને જીવનભર પ્રેમ અને સુખની શુભેચ્છા. ગૉડ બ્લેસ."
"We are delighted to announce the engagement of our son, Naga Chaitanya, to Sobhita Dhulipala, which took place this morning at 9:42 a.m.!!
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 8, 2024
We are overjoyed to welcome her into our family.
Congratulations to the happy couple!
Wishing them a lifetime of love and happiness. 💐… pic.twitter.com/buiBGa52lD
નાગા અને શોભિતા ક્યારે કરશે લગ્ન
નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ સગાઈ કરી લીધી છે પરંતુ હવે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે આ કપલ ક્યારે લગ્ન કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કપલ આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી શકે છે, અત્યાર સુધી ચૈતન્ય કે શોભિતાએ ક્યારેય તેમના સંબંધોને જાહેરમાં સ્વીકાર્યા ન હતા. જો કે, તેમની રજાઓની સાથેની તસવીરો ચોક્કસપણે વાયરલ થઈ હતી.
નાગા ચૈતન્ય -શોભિતાની પહેલી મુલાકાત ક્યારે થઇ હતી
એક્ટર નાગા ચૈતન્યના પહેલા લગ્ન વર્ષ 2017માં સામંથા રૂથ પ્રભુ સાથે થયા હતા. જોકે, 2 ઓક્ટોબર 2021ના રોજ તેમના છૂટાછેડા થઈ ગયા. નાગા અને શોભિતા સામંથા સાથે નાગાના છૂટાછેડાના થોડા મહિના પછી મળ્યા હતા. મેની આસપાસ નાગા અને શોભિતા પ્રથમ વખત નાગાના હૉમટાઉન હૈદરાબાદમાં સાથે જોવા મળ્યા હતા, જ્યાં શોભિતા તેની ફિલ્મ મેજરનું પ્રમૉશન કરી રહી હતી. અહેવાલોથી જાણવા મળ્યું છે કે અભિનેત્રી, જે ફિલ્મ પ્રમૉશન માટે શહેરમાં હતી, તેણે નાગા અને કેટલાક મિત્રો સાથે તેનો જન્મદિવસ ઉજવ્યો. આ સમય દરમિયાન તેમની મિત્રતા ગાઢ બની અને તેઓ એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા.