સુનીલ કપિલનાં શો પર પરત આવશે કે કેમ તે પ્રશ્નનો જવાબ આપતાં સિદ્ધુએ કહ્યું કે, સુનીલને જો આ વાતનો અહેસાસ થશે અને જ્યારે આમ થશે ત્યારે તે અને કપિલ તેનો ખુલા દિલે સ્વાગત કરશે. એટલું જ નહીં આ વખતે સુનીલને વધુ ઇજ્જત આપવામાં આવશે. તેમણે કહ્યું કે, બંને તેમનાં દિલની ખુબજ નજીક છે. તે હમેશાં ઇચ્છે છે કે તેઓ ફરી એક થઇ જાય. નવજોત સિંહ સિદ્ધુની વાતોથી તો આ જ અંદાજ લગાવવામાં આવે છે કે સુનીલ અને કપિલ ટૂંક સમયમાં સાથે આવે તો નવાઇ નહીં.
2/4
પંજાબ કેસરીને આપેલા એક ઇન્ટરવ્યુંમાં સિદ્ધુએ કહ્યું કે, કપિલને તે તેમનો દીકરો માને છે અને તે તેનાં માટે કંઇ પણ કરી શકે છે. તેણે કહ્યું કે, કપિલ ખરાબ સમયમાંથી પસાર થયો છે. જ્યારે તેને કપિલ અને સુનીલનાં ઝઘડાં અને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, બંને તેમનાં ખુબજ નિકટ છે. તે આ બન્નેને સાથે જોવા માગે છે.
3/4
સુનીલના શોનું કંપેરિઝન અત્યારથી કપિલ સાથે થવા લાગ્યું. એક તરફ કપિલ શર્માનાં શોને ચાહકો તરફથી વાહવાહી મળી રહી છે. આ શો સતત સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.
4/4
મુંબઈઃ એક સમયે કોમેડી કિંગ કપિલ શર્માના સૌથી ખાસ સાથી રહેલ સુનીલ ગ્રોવર સ્ટાર પ્લસ પર પોતાના નવા શો ‘કાનપૂર વાલે સુરાનાજ’થી ટીવી પર વાપસી કરી ચૂક્યા છે. વિતેલા વર્ષે માર્ચમાં ફ્લાઈટમાં થયેલ લડાઈ બાદથી કપિલ અને સુનીલના રસ્તા અલગ થઈ ગયા હતા. ત્યારથી જ ફેન્સ બન્નેના સાથે આવવાની રાહ જોઈ રહ્યા હતા.