Netflix February 2023: ફેબ્રુઆરીમાં નેટફ્લિક્સ પર રિલીઝ થનારી ફિલ્મો અને સીરિઝની નોંધી લો તારીખ, જોવાનું ચુકતા નહી
Netflix February 2023 Release: આ દિવસોમાં OTT પર મૂવીઝ અને સિરીઝ જોનારા લોકોની સંખ્યા વધી રહી છે. તો ચાલો જણાવીએ કે ફેબ્રુઆરી 2023માં Netflix પર શું રિલીઝ થવા જઈ રહ્યું છે.
Netflix February 2023 Release: ફેબ્રુઆરી મહિનો ગત રોજથી શરૂ થનારો છે ત્યારે તમે આતુરતાથી રાહ જોતાં હશો કે આ મહિનામાં Netflix પર શું રિલીઝ થવાનું છે. ત્યારે અમે તમારી સાથે ઘણી ફિલ્મો અને સીરિઝની યાદી શેર કરવા જઈ રહ્યા છીએ. જે ફેબ્રુઆરી મહિનામાં Netflix પર સ્ટ્રીમ થવા જઈ રહી છે. ત્યારે ચાલો ફટાફટ નોંધી લો તેમની તારીખ.
ગુંથર મિલિયન
'ગુંથર મિલિયન' એક એવા કૂતરાની વાર્તા છે જે ખૂબ જ અમીર છે. સંપત્તિ અને પૈસા આ કૂતરાને તેના માલિકના કારણે આવ્યા છે. જેણે તેના મૃત્યુ પહેલા તેની બધી સંપત્તિ ગુંથરને આપી દીધી હતી. આ સિરીઝમાં તમને કોમેડી સાથે ઈમોશન પણ જોવા મળશે. તે 1 ફેબ્રુઆરીના રોજ Netflix પર સ્ટ્રીમ થઈ રહી છે.
ફ્રીરિજ
'ફ્રીરિજ' સુપર નેચરલ પાવરવાળા યુવાનોના ટોળાની વાર્તા છે જેઓ શ્રાપિત બોક્સ ખરીદે છે. તેમના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળે છે. આ સિરીઝ નેટફ્લિક્સ પર 2 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.
ક્લાસ
સીરિઝ 'ક્લાસ'માં ત્રણ મધ્યમવર્ગીય પરિવારોના બાળકોને દર્શાવવામાં આવ્યા છે જેઓ દિલ્હીની એક પોશ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રવેશ મેળવે છે. જેમાં તેના જીવનમાં આવનારા બદલાવ બતાવવામાં આવી રહ્યા છે. આ વેબ સિરીઝ નેટફ્લિક્સ પર 3 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.
'ટ્રુ સ્પિરિટ'
'ટ્રુ સ્પિરિટ' એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે જે નેટફ્લિક્સ ઓરિજિનલ ફિલ્મ છે. માર્ટિન ચેઝ પ્રોડક્શન્સ અને એન્ડ્રુ ફ્રેઝર માટે ડેબ્રા માર્ટિન ચેઝ દ્વારા 'ટ્રુ સ્પિરિટ'નું નિર્માણ કરવામાં આવ્યું છે. તે 3 ફેબ્રુઆરીએ સ્ટ્રીમ થઈ રહી છે.
વિનલેન્ડ સાગા સીઝન 2
આ એક એનિમેટેડ ફિલ્મ છે, જે તેની બીજી સીઝનમાં છે. બીજી સિઝનમાં પણ તમને ઘણા એપિસોડ જોવા મળશે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર 6 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.
બિલ રસેલ: લિજેન્ડ
સેલ્ટિક્સ લિજેન્ડ અને સિવિલ રાઇટ્સ આઇકન બિલ રસેલ પર આધારિત આ ફિલ્મ 8 ફેબ્રુઆરીએ રિલીઝ થશે. આ ફિલ્મ બિલ રસેલના છેલ્લા ઈન્ટરવ્યુ પર આધારિત હોવાનું કહેવાય છે અને તેનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે.
'માય ડૅડ ધ બાઉન્ટી હંટર' સિઝન 1
'માય ડૅડ ધ બાઉન્ટી હંટર' પણ એક કાર્ટૂન સિરીઝ છે, જેનું ઑફિશિયલ ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મનું નિર્દેશન એકેડમી એવોર્ડ વિજેતા એવરેટ ડાઉનિંગ દ્વારા કરવામાં આવ્યું છે. તે 9 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.
'લવ ટુ હેટ યુ'
'લવ ટુ હેટ યુ' એ એક રોમેન્ટિક ડ્રામા કોરિયન સીરિઝ છે જે પ્રેમ અને વિશ્વાસઘાતની વાર્તા દર્શાવે છે. તે 10 ફેબ્રુઆરીએ Netflix પર સ્ટ્રીમ થશે.