રાહુલ વૈદ્ય સાથે દિશા પરમારે કર્યો ગૃહ પ્રવેશ, જુઓ કંકુ પગલાની વિધિનો લાઇવ વીડિયો
થોડા દિવસ પહેલા જ લગ્નના બંધનમાં બંધાયેલ ટીવી એક્ટ્રેસ દિશા પરમારની ગૃહ પ્રવેશ એટલે કંકુ પગલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે.
![રાહુલ વૈદ્ય સાથે દિશા પરમારે કર્યો ગૃહ પ્રવેશ, જુઓ કંકુ પગલાની વિધિનો લાઇવ વીડિયો New bride disha parmar entered the house wearing a red suit video went viral રાહુલ વૈદ્ય સાથે દિશા પરમારે કર્યો ગૃહ પ્રવેશ, જુઓ કંકુ પગલાની વિધિનો લાઇવ વીડિયો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/20/b363f8056dcbc0b83d96c47e739c1be3_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
થોડા દિવસ પહેલા જ લગ્નના બંધનમાં બંધાયેલ ટીવી એક્ટ્રેસ દિશા પરમારની ગૃહ પ્રવેશ એટલે કંકુ પગલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે.
ફેમસ સિંગર અને તેમની પત્ની ટીવી એક્ટ્રેસ દિશા પરમાર હવે બી ટાઉનના પાવર કપલ્સમાં સામેલ થઇ ગયા છે. બંને ગત 16 જાન્યુઆરીએ લગ્ન કર્યાં. બંનેના લગ્નના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યાં છે. તેમનો ગૃહ પ્રવેશનો વીડિયો પણ સામે આવ્યો છે. જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર વાયરલ થયો ગૃહ પ્રવેશનો વીડિયો
દિશા પરમારનો આ ગૃહ પ્રવેશનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં રાહુલની માતા ગ્રીન સાડી પહેરીને નવી નવેલી દુલ્હન દિશા પરમારનું વિધિવત વિધાનથી આરતી ઉતારીને સ્વાગત કરી રહી છે. આ વીડિયોમાં દિશાએ રેડ કલરનું શૂટ પહેર્યું છે. નવી નવેલી દુલ્હનના લૂકમાં દિશા ખૂબ જ સુંદર દેખાઇ રહી છે. વીડિયોમાં દિશા પુરા રિત રિવાજ સાથે ગૃહ પ્રવેશ કરતી જોવા મળે છે.
રેડ કલરના શૂટમાં જોવા મળી દિશા
વાત કરીએ દિશાના લૂકની તો તેમણે ગૃહ પ્રવેશ માટે રેડ કલરનો પ્લાજો કુર્તા સેટ પહેર્યું હતું. હાથમાં લાલ ચુડો,સિંપમ મંગલસૂત્ર અને સિમ્પલ પોની ટેઇલમાં જોવા મળી. રાહુલની વાત કરીએ તો તે કેઝ્યુઅલ ટીશર્ટ અને ટ્રેક પેન્ટમાં જોવા મળશે. બંનેને આ વીડિયો માટે લાખો લાઇક્સ અને કમેન્ટ મળી ચૂકી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)