શું લગ્ન પહેલા મા બનવાની છે સાઉથ એક્ટ્રેસ ? સોશિયલ મીડિયા પર શેર કરી પ્રેગનન્સી ટેસ્ટ કિટની તસવીર
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી નિત્યા મેનનની પ્રેગ્નન્સીને લઈને મીડિયામાં સનસનાટી મચાવી દીધી છે
Nithya Menen Pregnancy: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી નિત્યા મેનનની પ્રેગ્નન્સીને લઈને મીડિયામાં સનસનાટી મચાવી દીધી છે. અભિનેત્રીએ લગ્ન વિના પ્રેગ્નન્સી ટેસ્ટ કીટની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીર સામે આવતા જ અભિનેત્રીના ચાહકો તેને માતા બનવા બદલ અભિનંદન આપી રહ્યા છે. જોકે આ જોઈને કેટલાક લોકો મૂંઝવણમાં આવી ગયા છે.
View this post on Instagram
'બ્રીથ' વેબ સિરીઝમાં અભિષેક બચ્ચન સાથે સ્ક્રીન શેર કરનાર અભિનેત્રી નિત્યા મેનન છેલ્લા દિવસોમાં તેના લગ્નના સમાચારોને કારણે ચર્ચામાં હતી. જોકે, અભિનેત્રીએ આ સમાચારને અફવા ગણાવીને ફગાવી દીધા હતા. હવે અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર પ્રેગ્નન્સી કીટની તસવીર શેર કરી છે. ફોટો પોસ્ટ કરતાં નિત્યાએ તેને કેપ્શનમાં લખ્યુ હતું કે એન્ડ, ધ વંડર બિગિન્સ. આ જોઈને તેને પરિવાર અને મિત્રો અભિનંદન આપવા લાગ્યા હતા.
જોકે નિત્યા મેનનની આ પોસ્ટથી ઘણા યુઝર્સ મૂંઝવણમાં છે કારણ કે અભિનેત્રીએ હજુ લગ્ન કર્યા નથી. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ માની રહ્યા છે કે તે ખરેખર ગર્ભવતી છે, જ્યારે કેટલાક યુઝર્સ માને છે કે આ પ્રેગ્નન્સી સરપ્રાઈઝ ચોક્કસપણે અભિનેત્રીની આગામી ફિલ્મના પ્રમોશનનો ભાગ છે.
નોંધનીય છે કે નિત્યા મેનને અભિષેક બચ્ચન સાથે વેબ સિરીઝ 'બ્રીથ'માં કામ કર્યું હતું, જેના કારણે તેને હિન્દી સિનેમાના દર્શકોમાં જબરદસ્ત લોકપ્રિયતા મળી હતી. નિત્યા મેનન છેલ્લે મમૂટીની ‘Puzhu’માં જોવા મળી હતી. તાજેતરમાં જ નિત્યા મેનન સુપરસ્ટાર ધનુષની 'થિરુચિત્રામ્બલમ'માં જોવા મળી હતી જે બોક્સ ઓફિસ પર ખૂબ જ સફળ રહી હતી.