શોધખોળ કરો
Advertisement
બોલિવૂડ સેલેબ્સ પર ભડક્યો વિવેક ઓબેરોય, કહ્યું PM સાથે બધા સેલ્ફી લે છે પણ ફિલ્મને સપોર્ટ નથી કરતા
ચૂંટણી પંચે મોટો નિર્ણય કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિકને રિલીઝ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. વિવેક ઓબેરોયની ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ને રિલીઝ કરવા માટે લાંબી લડાઈ લડવી પડી છે.
મુંબઈ: વિવેક ઓબેરોયની ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ને રિલીઝ કરવા માટે લાંબી લડાઈ લડવી પડી છે. તેમ છતાં ચૂંટણી પંચે હાલમાં રિલીઝ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચૂંટણી પંચે કહ્યું કે, આ ફિલ્મ 11 એપ્રિલે રિલીઝ નહીં થાય. ત્યારે વિવેક ઓબેરયે ફિલ્મ માટે લડેલી આ લડાઈને લઈને બોલિવૂડ સેલેબ્સ પર નિશાન સાધ્યું છે.
વિવેક અબેરોયે કહ્યું કે, “વડાપ્રધાનની સાથે સેલ્ફી લેવા માટે બધા આગળ આવે છે પરંતુ તેમના ઉપર બનેલી ફિલ્મના સમર્થનમાં કોઈ જ આગળ નથી આવ્યું.” PM મોદીની બાયોપીક પર ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ, ફિલ્મ મેકર્સને લાગ્યો મોટો ઝાટકો#PMNarendraModi #JaiHind ???????????? @OmungKumar @sandip_Ssingh @sureshoberoi @anandpandit63 @TSeries @ModiTheFilm2019 pic.twitter.com/QSYgeiv2w0
— Vivek Anand Oberoi (@vivekoberoi) April 6, 2019
વિવેક ઓબરોયે કહ્યું કે “મને લાગે છે અમારી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એકતા નથી. જ્યારે સંજય લીલા ભંસાલીની ફિલ્મ પદ્માવત વિવાદમાં હતી ત્યારે પણ તેમના સમર્થનમાં કોઈ જ નહોતું આવ્યુ. આવું જ કોઈ શાહરુખ ખાનની ફિલ્મ માઈ નેમ ઈઝ ખાન સાથે થયું હતું. જ્યારે તે ફિલ્મો વિવાદોમાં હતી ત્યારે પણ ઇન્ડસ્ટ્રીએ તેનાથી કિનારો કરી લીધો હતો. ”Thank you to each and every one of you for your blessings, love and support. Thank you to the Indian Judiciary. We hope you like the film and that it inspires you all! #PMNarendraModi ???? Jai Hind ???????? @OmungKumar @sandip_Ssingh @sureshoberoi @anandpandit63 @TSeries pic.twitter.com/ogAKP1jG77
— Vivek Anand Oberoi (@vivekoberoi) April 5, 2019
વિવેકે કહ્યું પીએમ મોદી સાથે સેલ્ફી પોસ્ટ કરવું ખુબજ સરળ છે. તેમણે કહ્યું ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ એક સાથે આવવું જોઈએ જેથી કોઈ ફિલ્મ આ પ્રકારના વિવાદોમાંથી બહાર નીકળી શકે.Election Commission on complaints against movies NTR Laxmi, PM Narendra Modi & Udyama Simham: "These have potential to affect level playing field which is in consonance with Model Code of Conduct" & "shouldn't be displayed in electronic media including cinematograph during MCC" pic.twitter.com/3jRiVDyeE2
— ANI (@ANI) April 10, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion