શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર બિન જામીનપાત્ર વોરંટ જાહેર, જાણો શું છે મામલો
સતેન્દ્રએ જણાવ્યું કે રેમોએ એક વર્ષમાં 5ના 10 કરોડ આપવાનું વચન આપ્યું હતું. જ્યારે તેણે પૈસા મામલે પૂછ્યુ તો રેમોએ અંડરવર્લ્ડ દ્વારા ધમકી પણ અપાવડાવી હતી.
મુંબઈ: બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર રેમો ડિસોઝા વિરુદ્ધ છેતરપિંડીના કેસમાં જિલ્લા કોર્ટે બિન જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. રેમો વિરુદ્ધ પાંચ કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવતા પ્રૉપર્ટી ડીલરે કેસ કર્યો હતો. પ્રૉપર્ટી ડિલરે આ કેસ વર્ષ 2016માં સિહાની ગેટ પોલીસ સ્ટેશનમાં કર્યો હતો.
ગાવ મોરટી નિવાસી સતેન્દ્ર ત્યાગીનું કહેવું છે કે રેમો ડિસોઝા સાથે તેના પારિવારિક સંબંધ હતા. તેમણે જણાવ્યું કે રેમોની ફિલ્મ માટે તેણે પોતાના પિતાના પાંચ કરોડ રૂપિયા લગાવ્યા હતા. રેમોએ ફિલ્મ બનાવવા પર મોટો નફો થશે તેવું જણાવ્યું હતું. રેમોએ 2013માં પોતાની ફિલ્મ અમર મસ્ડ ડાઈ માં તેના પૈસા લગાવ્યા હતા. જેમાં ઝરીન ખાન તથા રાજીવ ખંડેલવાલ મુખ્ય ભુમિકામાં હતા.
સતેન્દ્રએ જણાવ્યું કે રેમોએ એક વર્ષમાં 5ના 10 કરોડ આપવાનું વચન આપ્યું હતું. જ્યારે તેણે પૈસા મામલે પૂછ્યું તો રેમોએ અંડરવર્લ્ડ દ્વારા ધમકી પણ અપાવડાવી હતી. ધમકી આપનારનું નામ પ્રસાધ પુજારી જણાવ્યું હતું. તેને મુંબઈમાં ન ઘૂસવાની ધમકી પણ આપી હતી
આ મામલે એસીજેએમ અષ્ટમની કોર્ડમાં સુનાવણી ચાલી રહી છે. કોર્ટની તારીખ પર હાજર ન થવા પર 23 સપ્ટેમ્બરે કોર્ડે રેમો વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ ઇશ્યૂ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
શિક્ષણ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion