શોધખોળ કરો
'દિલબર ગર્લ' નોરા ફતેહી અક્ષય કુમાર સાથે ફિલ્મ Bell Bottomમાં કામ કરશે કે નહીં ? જાણો મેનેજરે શું કહ્યું
મીડિયા રિપોર્ટ અનુસાર નોરા અક્ષય કુમાર સાથે કામ કરવાની છે. પરંતુ એક્ટ્રેસના મેનેજર તરફથી સાચી વાત જણાવવામાં આવી છે.

મુંબઈ: બોલીવૂડ એક્ટ્રેસ નોરા ફતેહીએ પોતાના ડાન્સના કારણે બોલીવૂડમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. લોકો નોરા ફતેહીના ડાન્સ મૂવને કોપી કરી રહ્યા છે અને તમામ તેની જેમજ ડાન્સ કરવા ઈચ્છે છે.
નોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. નોરા હોટ તસવીરો શેર કરતી રહે છે. મીડિયા રિપોર્ટ અનુસાર નોરા અક્ષય કુમાર સાથે કામ કરવાની છે. પરંતુ એક્ટ્રેસના મેનેજર તરફથી સાચી વાત જણાવવામાં આવી છે.
એક્ટ્રેસના મેનેજર તરફથી સચ્ચાઈ જણાવવામાં આવી છે. હવે એ દાવો કરવામાં આવી રહ્યો છે કે નોરા ફતેહી, અક્ષય સાથે બેલ બૉટમમાં કામ નથી કરવાની. અભિનેત્રીના મેનેજરે આ વાતને ખોટી ગણાવી છે. આ વાતને ફગાવી દેવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર એક્ટ્રેસના મેનેજરે જણાવ્યું કે, અમે સાફ કરવા માંગીએ છીએ કે નોરા ફતેહી બેલ બૉટમનો ભાગ નથી. આ તમામ સમાચાર ખોટા છે.
નોરાએ ખૂબ ઓછા સમયમાં સફળતા મેળવી છે. હવે એવામાં કોઈ ફિલ્મ સાથે જોડાવું તેને વધારે સફળતા અપાવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
