બાદમાં કૃષ પણ ફિલ્મથી અલગ થઈ ગયો. ત્યારબાદ કંગનાએ ફિલ્મનું બાકી શૂટિંગ પોતે કરવાનો નિર્ણય કર્યો. કંગનાના એટિટ્યૂટથી કંટાળીને સોનૂ સુદ અને સ્વાતિ સેમવાલે પણ ફિલ્મ છોડી દીધી. આખરે થોડા દિવસ પહેલા જ ફિલ્મનું શૂટિંગ પૂરું થયું છે અને આગામી વર્ષે 25 જાન્યુઆરીએ તે રિલીઝ કરવામાં આવશે.
2/4
નોંધનયી છે કે, આ કંગનાના આ ફિલ્મ શરૂઆતથી જ વિવાદોમાં રહી છે. પહેલા આ ફિલ્મના નિર્દેશક કેતન મેહતા બનાવવાના હતા પણ કંગનાની જરૂર કરતા વધારે દખલગિરીના કારણે તેમણે ફિલ્મ છોડી દીધી. ત્યાર બાદ નિર્દેશન માટે આ ફિલ્મ કૃષ પાસે ગઈ.
3/4
અહેવાલ અનુસાર કંપનીએ ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’ માટે 14 કોરડ રૂપિયા ફી લીધી છે. આ ફી આજ સુધી બોલિવૂડમાં કોઈપણ એક્ટ્રેસને એક ફિલ્મ માટે આપવામાં આવેલ સૌથી મોટી ફી છે. કંગનાનું કહેવું છે કે, તેની ફી તેના રોલ પર નિર્ભર કરે છે કારણ કે, દરેક પાત્ર અને ફિલ્મની માગ અલગ અલગ હોય છે. આ પ્રમાણે જ ફી નક્કી થાય છે.
4/4
મુંબઈઃ બોલિવૂડમાં મેલ અને ફીમેલ એક્ટ્રેસની ફીમાં અસમાનતાને લઈને હંમેશા વિવાદ રહ્યો છે. ફીમેલ્સને તેના મેલ એક્ટરની તુલનામાં ઓછી ફી આપવામાં આવે છે એવો મુદ્દે હંમેશા ઉઠે છે. પરંતુ તેનાથી ઉલ્ટું એક કિસ્સો એવો જોવા મળ્યો જ્યારે દીપિકાને ફિલ્મ પદ્માવતમાં શાહિદ કપૂર અને રણવીર સિંહ કરતાં વધારે ફી આપવામાં આવી. દીપિકાએ એક ઇન્ટરવ્યૂમાં એ પણ કહ્યું હતું કે, તે તેના માટે લાયક હતી. ત્યાર બાદ દીપિકાને બોલિવૂડની સૌથી મોંઘી એક્ટ્રેસ કહેવામાં આવી. પરંતુ હવે આ ખિતાબ કંગના રનૌટના નામે થવા જઈ રહ્યો છે.