શોધખોળ કરો
Advertisement
Saif-Kareena Baby First Photo: આખરે કરિના કપૂરે દિકરાની તસવીર કરી શેર, કહી આ વાત
કરીનાને મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં ગત મહિને પુત્રને જન્મ આપ્યો હતો. તેના પહેલા પુત્ર તૈમૂરનો જન્મ 2016માં થયો હતો.
મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાને આખરે તેના બીજા પુત્રની તસવીર શેર કરી છે. કરીના બીજા પુત્રની તસવીર જોવા તેના ફેંસ ઘણી આતુરતાથી રાહ જોતા હતા. વીમેંસ ડેના અવસર પર બેબોએ પુત્રની ઝલક ફેંસને બતાવી છે. તસવીરની સાથે કરિનાએ સ્પેશિયલ કેપ્શન પણ આપ્યું છે.
કરીના કપૂર ખાને પુત્ર સાથેની સેલ્ફી શેર કરતાં લખ્યું, એવું કંઇ નથી જે એક મહિલા ન કરી શકે. હેપ્પી વીમેંસ ડે મારા સાથીઓ. તેણે હેશટેગ International Womens Day પણ કર્યુ છે.
">
કરીના કપૂરે તસવીર શેર કર્યાની ગણતરીની મિનિટોમાં જ તે વાયરલ થઈ હતી. જોકે કરીનાએ તસવીરમાં પુત્રનો ચહેરો બતાવ્યો નથી. તસવીર પર સેલેબ્સથી લઇ ફેંસ કમેંટ કરી રહ્યા છે.
કરીનાની નણંદ સબા ખાને તસવીર પર કમેંટ કરતાં લખ્યું, “તું શાનદાર મહિલા છે...લવ યૂ.” ફિલ્મની વાત કરીએ તો કરીના કપૂર ખાન છેલ્લે ઈરફાન ખાન તથા રાધિકા મદનની ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ' માં જોવા મળી હતી. હવે તે આમિર ખાનની સાથે 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળશે.
કરીનાને મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં ગત મહિને પુત્રને જન્મ આપ્યો હતો. તેના પહેલા પુત્ર તૈમૂરનો જન્મ 2016માં થયો હતો.
View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion